Last Updated on April 6, 2021 by
રાજકોટ શહેરમાં વધતા કોરોના કેસ અને હાઉસફૂલ થતી હોસ્પિટલ વચ્ચે આઈએમએ અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે મહત્વની બેઠક યોજાઈ. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ફાયર એનઓસીને લઈને જિલ્લા વહીવટી તંત્ર સાથે રજૂઆત કરી છે. ફાયર એનઓસીના નિયમો હળવા કરીને કોરોના કેર સેન્ટર હોટેલોમાં ખોલવા માટે મંજૂરી આપવા કરી માંગ કરી છે. તો સાથે જ શહેરમાં કોરોના કેર સેન્ટર શરૂ કરવાની જરૂરીયાત હોવાનો પણ આઈએમએએ મત વ્યક્ત કર્યો છે. દર્દીઓના શિફ્ટીંગ સમયે એનઓસીની આંટીધુટીં દૂર કરવા માટે તેઓએ ફાયર એનઓસીના બદલે ફાયર સાધનો સાથેનું સર્ટિફિકેટ માન્ય રાખવાની માંગ કરી છે.
રાજકોટમાં કોરોનાની મહામારીને કારણે ગંભીર સ્થિતિ સર્જાઇ છે. શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાના અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને હોળી-ધુળેટીના તહેવારો બાદ અહીં સ્થિતિ ચિંતાજનક રીતે વણસી છે. રાજકોટમાં છેલ્લા 11 દિવસમાં કુલ 102 દર્દીઓના મોત નિપજ્યા છે. જે પૈકી ફક્ત 5 દિવસમાં જ 66 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31