Last Updated on February 27, 2021 by
ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે આજથી લગભગ ચાર વર્ષ પૂર્વે એનસીપીના ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય સહિતનું ટોળુ મંદિર ખાતે ચાલી રહેલ પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં ઘુસી જઈ મારામારી કરી તોડફોડ કરવાના ગુનામાં ઉમરેઠની કોર્ટે એનસીપીના ધારાસભ્ય સહિત બે પત્રકારોને અલગ-અલગ ત્રણ ગુનામાં ઉમરેઠની કોર્ટે સાદી કેદની સજા ફટકારતા ભારે ચકચાર મચી જવા પામી છે.
એનસીપીના ધારાસભ્ય સહિત બે પત્રકારોને અલગ-અલગ ત્રણ ગુનામાં ઉમરેઠની કોર્ટે સાદી કેદની સજા ફટકારતા ભારે ચકચાર મચી
વધુમાં મળતી માહિતી મુજબ ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ગત તા.૫-૧૦-૨૦૧૫ના રોજ જિલ્લાની પ્રાથમિક શાળાઓનો જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. આ સમયે સાત થી આઠ ઈસમોનું ટોળું તેમના હાથમાં કાળા વાવટા લઈ પ્રોગ્રામમાં ઘુસ્યું હતું અને પ્રોગ્રામનો આગેવાન કોણ છે તેમ કહી વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા રાકેશભાઈ બળવંતભાઈ ખીરાને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત ખુરશીઓ વેરવિખેર કરી તોડફોડ કરી હતી. આ અંગે રાકેશભાઈ ખીરાએ ઉમરેઠના એનસીપીના પૂર્વ ધારાસભ્ય જ્યંતભાઈ ઉર્ફે બોસ્કી રમણભાઈ પટેલ તથા કેટલાક પત્રકારો સહિત ૧૧ શખ્શો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાકેશભાઈ બળવંતભાઈ ખીરાને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો
આ કેસ ઉમરેઠના એડીશ્નલ સીવીલ જજની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે ઉપસ્થિત વકીલની દલીલો અને દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં લઈ ન્યાયાધીશે ઉમરેઠના બે પત્રકારો અને જ્યંતભાઈ ઉર્ફે બોસ્કી રમણભાઈ પટેલને કસુરવાર ઠેરવી ત્રણેયને આઈપીસી ૧૪૩ કલમમાં બે માસની સાદી કેદની સજા, ૧૪૭ની કલમ મુજબ છ માસની સાદી કેદની સજા અને આઈપીસી ૪૫૨ મુજબ એક વર્ષ અને ચાર માસની સાદી કેદની સજા તથા રૂા.૧ હજારનો દંડનો હુકમ કર્યો હતો. ત્રણેય આરોપીઓએ આ ત્રણ કલમમાં અલગ-અલગ સજા ભોગવવાની અને દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ સંભળાવ્યો છે. જ્યારે અન્ય ૮ શખ્શોને નિર્દોષ છોડી મુકાયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31