GSTV
Gujarat Government Advertisement

અમિત શાહ અને શરદ પવારની અમદાવાદમાં બેઠક બાદ શાહ અને પ્રફૂલ પટેલે કર્યો આ ખુલાસો, શું ઉદ્ધવ ઠાકરે સરકાર ઘરભેગી થશે?

Last Updated on March 29, 2021 by

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સંકટના સમયમાંથી પસાર થઈ રહી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા એન્ટીલીયા અને સચિન વાજેના કેસની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈના પૂર્વ કમિશનર પરમવીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ બધા વચ્ચે એનસીપીના બે દિગ્ગજ નેતાઓ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતના સમાચાર સામે આવ્યા છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલા ઘમસાણ વચ્ચે આ મુલાકાતથી રાજકારણમાં ચર્ચા જામી છે. જો કે, હજુ સુધી આ મુલાકાતને લઈ વધુ કોઈ જાણકારી સામે નથી આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રવિવારે આ મુલાકાત અંગે સવાલ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં હસીને તેમણે બધું સાર્વજનિક ન કરી શકાય તેમ કહ્યું હતું.

આ સંજોગોમાં અમિત શાહે મુલાકાતની વાતને નકારી ન દીધી તેથી ચર્ચા વધુ ગરમાઈ છે. અમદાવાદ ખાતે યોજાયેલી આ મુલાકાતના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. જો કે, એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે આ સમાચારને ફગાવી દીધા છે.

શરદ પવાર

સમગ્ર ઘટનાક્રમના કારણે આગામી દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણને નવી દિશા મળે તેવી શક્યતા છે. વધુ આશ્ચર્યજનક વાત એ છે કે, સચિન વાજે કેસમાં મહારાષ્ટ્ર એટીએસની તપાસ ગુજરાત સુધી પહોંચી હતી. આ કેસમાં મહારાષ્ટ્ર એટીએસે પાટણથી કિશોર ઠક્કર નામના એક શખ્સની ધરપકડ કરી છે અને દમણના એક વેપારીની વોલ્વો કાર જપ્ત કરી છે જેનો ઉપયોગ સચિન વાજે કરતો હતો.

પ્રફુલ્લ પટેલે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જોડાણ થવાના સમાચાર ખોટા છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રની મહાવિકાસ આગાડી સરકાર સ્થિર અને સુરક્ષિત છે. શરદ પવારે મહારાષ્ટ્રની મહાઅગાડી સરકારનો પાયો નાખ્યો છે, તેથી આવા અહેવાલોમાં કોઈ સત્ય નથી.

રવિવારે પ્રફુલ પટેલની સ્પષ્ટતા પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હી પત્રકાર પરિષદમાં એક પ્રતીકાત્મક નિવેદન આપ્યું હતું. તેમાં તેણે કહ્યું હતું કે કંઈ કહી શકાય નહીં. ત્યારબાદથી અમિત શાહ અને પવારની મુલાકાતની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે.

આ પહેલા મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે સ્પષ્ટ કર્યું હતું કે શરદ પવાર અને અમિત શાહ વચ્ચે આવી કોઈ બેઠક થઈ નથી. મલિકે આરોપ લગાવ્યો હતો કે આ સમાચાર જાણી જોઈને ફેલાવવામાં આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33