GSTV
Gujarat Government Advertisement

શરદ પવારે હાથ ઉંચા કરી દીધા: હોળીનું નારિયેળ બન્યા હવે ઉદ્ધવ ઠાકરે, ગૃહમંત્રી દેશમુખના રાજીનામા પર મુખ્યમંત્રી કરશે વિચાર !

Last Updated on March 23, 2021 by

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણની વચ્ચે હાલમાં શરદ પવારે મોટુ નિવેદન આપ્યુ છે. રવિવારે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને અનિલ દેશમુખને પદ પરથી હટાવવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યુ હતું કે, દેશમુખ પર લાગેલા આરોપો ગંભીર છે, પણ તેમના રાજીનામા પર મુખ્યમંત્રી વિચાર કરશે. સાથે જ કહ્યુ હતું કે, આ પ્રકરણથી સરકારની છબીમાં કોઈ અસર થશે નહીં.

શરદ પવારે પરમવીર સિંહ પર સવાલો ઉભા કર્યા

શરદ પવારે કહ્યુ હતું કે, પૂર્વ કમિશ્નર પરમવીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવેલા આરોપો ગંભીર છે. દેશમુખ પર આરોપ લગાવ્યા છે, પણ કોઈ પુરાવા આપ્યા નથી. તેમણે તો એવુ પણ કહ્યુ કે, પત્રમાં એવુ નથી કહેવાય કે, પૈસા કોની પાસેથી લેવાયા છે. સાથે જ પત્રમાં પરમવીર સિંહની સહી પણ નથી.

મુખ્યમંત્રી કરશે રાજીનામા પર વિચાર

એનસીપી પ્રમુખે આજે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યુ હતું કે, ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ વસૂલીનો આરોપ ગંભીર છે. પણ સચિન વઝેને હટાવવાનો નિર્ણય મુખ્યમંત્રીનો નહીં પણ પોલીસ કમિશ્નર પરમવીર સિંહે લીધો હતો. મહારાષ્ટ્રમાં રાજકારણમાં આવેલી હલચલમાં એનસીપી પ્રમુખ શરદ પવારે આજે રવિવારે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખને પદ પરથી હટાવવાની ના પાડી દીધી હતી. તેમના રાજીનામા પર મુખ્યમંત્રી વિચાર કરશે, તેવી વાત જણાવી છે.

મુખ્યમંત્રી પાસે નિર્ણય લેવાનો અધિકાર છે

શરદ પવારે જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી પાસે નિર્ણય લેવાનો અધિકાર છે. તેમણે કમિશ્નર રહેતા ગૃહમંત્રી પર કેમ આરોપ ન લગાવ્યા. આ સંબંધમાં તપાસ બાદ જ મુખ્યમંત્રી કોઈ નિર્ણય લેશે. આ પ્રકારના આરોપોથી સરકારની છબી પર કોઈ અસર નહીં પડે. જો કે, સરકારને અસ્થિર કરવાના તમામ પ્રયાસો થયા છે.

ગૃહમંત્રી દેશમુખ પર વસૂલીનો આક્ષેપ

પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર વાઝેને દર મહિને 100 કરોડ રૂપિયા ઊઘરાવવા ટાર્ગેટ આપ્યો હોવાનો આક્ષેપ કરતો પત્ર રાજ્યપાલ કોશ્યારી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે. પરમવીરસિંગના આક્ષેપથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ગૃહમંત્રી દેશમુખે પરમવીર સિંહના આક્ષેપોને ફગાવી દીધા છે. બીજીબાજુ મહારાષ્ટ્ર ભાજપે ગૃહમંત્રીના રાજીનામાની માગણી કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33