Last Updated on March 31, 2021 by
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડએ મોટી કાર્યવાહી હથિયાર અને ડ્રગ સપ્લાય કરવા વાળા મોડ્યુલનો ભાંડો ફોડી નાખ્યો છે. કેરળમાં શ્રીલંકામાં માછલી પકડવા વાળા જાહાજ પર રેડ દરમિયાન 300 કિલોગ્રામથી વધુ હેરોઇન મળી આવી છે. એ ઉપરાંત આ જાહાજથી એનસીબીને 5 AK-47 રાઇફલ અને લગભગ 1 હજાર રાઉન્ડ ગોળીઓ પણ મળી છે. આ મામલે શ્રીલંકાના 6 નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
NCBએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ગુરુવારે, 25 માર્ચના રોજ કેરળના વિઝિનજામ કિનારેથી માછલી પકડવા વાળા એક એવા શ્રીલંકાઈ જાહાજ કબ્જે કર્યું હતું જેમાં 3000 કિલોગ્રામ હેરોઇન, પાંચ AK-47 રાઇફલ અને 9 MM ગોળા-બારુદના 1,000 રાઉન્ડ મળી આવ્યું છે. જાહાજને વિઝિનજામ બંદરગાહ લાવવામાં આવ્યા હતા અને NCB ચેન્નાઇ જોનલ યુનિટએ બોટને કબ્જામાં લીધી છે.
તમામ પેકેટ્સ પર ઉડતા ઘોડાના નિશાન
NCBએ જણાવ્યું કે હેરોઇનને 301 પેકેટ્સમાં જહાજના પાણીના ટેન્કની અંદર છુપાવ્યો છે. આ તમામ પેકેટ્સ પર ઉડતા ઘોડાને નિશાન બનેલા છે. સામાન્ય રીતે એવા લોકોનો ઉપયોગ ડ્રગ ટ્રેફિકિંગ સિન્ડિકેટ પોતાના બ્રેન્ડના નામ પર કરે છે. NCBએ કહ્યું કે અત્યાર સુધી તપાસમાં જાણવા મળ્યું છે કે એક અજ્ઞાત જાહાજને ચાબહાર પોર્ટથી હેરોઇન અને હથિયારની ખેપ પહોંચાડાઇ અને ફરી લક્ષદ્વીપ પાસે સમુદ્રમાં માછલી પકડવા વાળા શ્રીલંકાઈ જાહાજ ‘રવિહંસી’ને સોંપી દીધી.
પાકિસ્તાન નેટવર્ક હોઈ શકે છે સામેલ
NCBએ જણાવ્યું કે દરોડાને લઈને ઈન્ટેલિજન્સ ઈનપુટના જણાવ્યા અનુસાર તેના પાછળ પાકિસ્તાનમાં હાજર ડ્રગ ટ્રેફિકીંગ નેટવર્ક શામેલ છે. એનસીબીએ વધુ જણાવ્યું કે આ પહેલા પણ ભારતીય એજન્સીઓની તરફથી અરબ સાગરમાં બહોળી માત્રામાં હેરોઈન પ્રાપ્ત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર ડ્રગ્સ એક જ નેટવર્કનું છે.
NCB એ આ મામલે જણાવ્યું કે આ જપ્તી નશીલા પદાર્થોની દાણચોરી અને કટ્ટરવાદી તત્વો વચ્ચેની સાંઠગાંઠનો પણ ખુલાસો કર્યો છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની ઓળખ LYનંદા, એચકેજી ડસપ્રિયા, AHS ગુનસેકરા, એસએ સેનારથ, ટી રણસિંધે અને ડી નિસાંકાના રૂપમાં કરવામાં આવી છે. એનસીબીએ આ તમામની શનિવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી, અને કસ્ટડીમાં પણ મોકલી દેવામાં આવ્યા હતા, આ શખ્સો પાસેથી ગુપ્ત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31