GSTV
Gujarat Government Advertisement

ઝટકો/ નેશનલ હાઇવે પર વાહનચાલકોએ ચુકવવો પડશે વધુ ટોલ ટેક્સ, 1 એપ્રિલથી લાગુ થશે આ નવી કિંમતો

ટોલ

Last Updated on March 16, 2021 by

નેશનલ હાઇવે (National Highway Toll)ના ટોલ પરથી પસાર થતાં વાહનો પર જલ્દી જ વધેલા ટોલ ટેક્સ (Toll Tax)નો બોજ પડવાનો છે. 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પરથી પસાર થતાં વાહનોએ વધેલો ટોલ ટેક્સ ચુકવવો પડશે. હકીકતમાં FASTagને ફરજિયાત બનાવવામાં આવ્યા બાદ હવે હાઇવે પર સ્થિત ટોલ પ્લાઝા પર ટેક્સ વધશે. એનએચએઆઇ (NHAI) પોતાના તમામ ટોલ પ્લાઝા પર ટેક્સ વધારશે. નવી કિંમતો એક એપ્રિલથી તમામ ટોલ પ્લાઝા પર લાગુ કરી દેવામાં આવશે. જેના પગલે ફોર વ્હીલર તથા તેનાથી વધુ વ્હીલ ધરાવતા વાહનોએ એક એપ્રિલથી વધુ ટોલ ટેક્સ ચુકવવો પડશે. સાથે જ કાનપુર- પ્રયાગરાજ વચ્ચે આવેલા બે ટોલ બડૌરી તથા કટોધન ટોલ ટેક્સ નહીં વધે.

ટોલ

ટોલ ટેક્સ વધવા પાછળ આ છે કારણ

હકીકતમાં નેશનલ હાઇવે ઓથોરિટીએ વર્ષ 2008માં જ દરેક ટોલ પ્લાઝા પર ટેક્સ વધારવાની જોગવાઇ કરી હતી. જે બાદ નિયમાનુસાર દરેક નાણાકીય વર્ષમાં ટોલ ટેક્સ વધારવામાં આવશે, જે વાહનોએ ચુકવવો પડશે. ઓથોરિટીના પ્રોજેક્ટ ડિરેક્ટરે તેના માટે મંત્રાલયને પોતાનો રિપોર્ટ મોકલ્યો છે. પ્રોજેક્ટ ડિરેક્ટર પંકજ મિશ્રાએ જણાવ્યું કે કાનપુર-પ્રયાગરાજ વચ્ચે સિક્સલેનનું કામ થઇ રહ્યું હોવાના કારણે વાહન સવારોએ પસાર થવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ટોલ

આ ટોલ પર સિક્સલેનનું કામ પુરુ થયા બાદ નવી કિંમતો લાગુ થશે

જણાવવામાં આવી રહ્યું છે કે ફતેહપુરમાં બડૌરી અને કટોધન ટોલમાં વર્ષ 2018-19ના નિશ્વિત રેટ અનુસાર ટેક્સ લેવામાં આવી રહ્યો છે. પછીથી નવેમ્બર સુધી સિક્સલેનનું કામ પુરુ થયા બાદ નવી કિંમતો લાગુ થશે. જણાવવામાં આવી રહ્યું છે કે બડૌરી ટોલ પર સેંસર ગરબડના કારણે કર્મચારી કાર પાસે લાવીને ફાસ્ટેગ સ્કેન કરે છે. જેના કારણે જામ પણ લાગે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33