GSTV
Gujarat Government Advertisement

અમૃત મહોત્સવ/ આઝાદી બાદ પ્રથમ વખત કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં લહેરાયો તિરંગો, રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું

કાશ્મીર

Last Updated on March 13, 2021 by

આતંકવાદીઓ અને અલગાવવાદીઓની સાથે-સાથે શોષણના રાજકારણને નકારી રહેલું કાશ્મીર સંપૂર્ણપણે મુખ્ય પ્રવાહમાં વિલિન થતું જોવા મળી રહ્યું છે. કાશ્મીર વિશ્વવિદ્યાલયના પરિસરમાં આઝાદી બાદ પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.

ઊંચા થાંભલા પર લહેરાયો તિરંગો

હવે દૂરથી જ કાશ્મીર વિશ્વવિદ્યાલયના પરિસરમાં એક ઊંચા થાંભલા પર તિરંગો લહેરાતો જોવા મળશે . હવામાં લહેરાઈ રહેલો આ તિરંગો જે લોકો એવું કહેતા હતા કે કલમ 370ની નાબુદી બાદ કાશ્મીરમાં તિરંગો પકડનારો કોઈ હાથ નહીં જોવા મળે તેવા લોકોના મોઢા પર લપડાક છે.

આઝાદીના 75 વર્ષની ઉજવણી

સમગ્ર દેશની માફક જમ્મુ કાશ્મીરમાં પણ શુક્રવારે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાને અનુલક્ષીને અમૃત મહોત્સવની શરૂઆત થી હતી. કાશ્મીર વિશ્વવિદ્યાલયના પરિસરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને કોઈએ તે સામે કોઈ વિરોધ નહોતો નોંધાવ્યો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33