Last Updated on March 10, 2021 by
અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે ટી-20 મેચ યોજાશે. ત્યારે આ સ્ટેડિયમને સંપૂર્ણ ભરવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાવાની છે. જેના પગલે સ્ટેડિયમની બહાર મેચ રસિકોની લાઈનો પણ જોવા મળી. ઉપરાંત બુક માય શો ડોટ કોમ ઉપરથી પણ ટિકીટ બુક કરાવવાની પદ્ધતિ ચાલી રહી છે. હાલમાં 500ના દરની ટિકીટો ક્લોઝ કરી દેવામાં આવી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કમાણી વધુ થાય તે માટે ઓનલાઈન બુકિંગ કરાવતી વખતે માત્ર 2 હજારથી ૨ હજાર ૫૦૦ની ટિકીટ જ મળે છે. મહત્વનું છે સ્ટેડિયમની કેપીસીટી 1.32 લાખની છે. જેને સંપૂર્ણ રીતે હાઉસફુલ કરી દેવાના આદેશ આપવામાં આવ્યાં છે. પરંતુ સ્ટેડિયમના કર્તાહર્તા કદાચ ભૂલી ગયા છે કે, હજી કોરોના વાયરસ ગયો નથી.
આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ જો ઉમટી પડશે તો કોરોના વાયરસનું સંક્રમણ પણ વધશે. એમાંય જો લોકો કોરોના સંક્રમણના ભોગ બનશે તો તેની માટે જવાબદાર કોણ ગણાશે. જેવા અનેક સવાલો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31