Last Updated on March 27, 2021 by
નંદીગ્રામથી મમતા બેનર્જી વિરુદ્ધ લડી રહેલા ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીના નિકટના પ્રલય પૉલે આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમને ફોન કર્યો હતો અને ટીએમસીને સપોર્ટ કરવા કહ્યું હતું. ભાજપે આ ઘટના સાથે જોડાયેલ ઓડિયો ક્લિપ પણ જાહેર કરી હતી અને દાવો કર્યો હતો કે- તેમાં રહેલ અવાજ મમતા બેનર્જીનો જ છે. જોકે ટીએમસીએ કહ્યું કે- આ ઓડિયો ક્લિપમાં રહેલ અવાજની પૃષ્ટિ થઈ નથી. ભાજપ દ્વારા આ આરોપ એવા સમયે લગાવવામાં આવ્યો હતો જ્યારે પ્રથમ તબક્કાની 30 બેઠકો પર મતદાન થઈ રહ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ 30 માર્ચના નંદીગ્રામમાં દીદીને ઘેરવા માટે રોડ શો કરશે.
ભાજપના આ કાર્યકર્તાનું નામ પ્રલય પોલ છે. કથિત રીતે પ્રલય પોલને સીએમ મમતા બેનર્જીએ ફોન કર્યો હતો, અને તેમાં પોતાને સમર્થન આપવાની વાત સંભળાઈ રહી છે. પ્રલય પોલે દાવો કર્યો છે કે, મમતા બેનર્જીએ તેમને ફોન પર કહ્યુ હતું કે, તમારી ડિમાન્ડ શું છે.
સમજી ગયો હતો આપ સત્તામાં આવી રહ્યા છો
ફોનમાં પ્રલય પોલને એવું કહેતા સાંભળી શકાય છે કે, વર્ષ 2011માં આપ સત્તામાં આવી રહ્યા હતા. એ અમે સમજી ગયા હતા. અમે યજ્ઞ પણ કર્યો હતો. પણ દીદી ખરાબ લાગે છે. પ્રલય પોલ લોકલ લીડર જવા દેતા નથી. તેને એક રેસિડેંસ સર્ટિફિકેટ નથી મળતું. મહાદેવથી માર ખાવો પડે છે. તેના પર કથિત રીતે મમતા બેનર્જીનો અવાજ સંભળાય છે કે, તે સમયે હું આખો મામલો જાણતી નહોતી.
ભાજપ સાથે નહીં કરૂ વિશ્વાસઘાત
પ્રલય પોલ તેમાં કહેતા સંભળાઈ રહ્યા છે કે, દીદી હવે પાર્ટીમાંથી આવતા રહ્યા છીએ. કોઈ પણ પાર્ટી સાથે વિશ્વાસઘાત નહીં કરૂં. પ્રાણ આપીને પણ પાર્ટી સાથે રહીશું. જેના પર મમતા બેનર્જી કહેતા સંભળાય છે કે, આપ જેની સાથે હોવ તે, પણ તે ભાજપ સાથે નથી. ક્યારેય પણ બીજેપી નથી કર્યું, હવે તેઓ કહી રહ્યા છે. તેના પર પ્રલય પોલ કહે છે કે, હું ભાજપ સાથે ક્યારેય વિશ્વાસઘાત નહીં કરૂ. આ પરિવારે તેમને માકપાના અત્યાચારથી રક્ષા કરી હતી. આપ આટલા મોટા નેતા હોવા છતાં પણ ફોન કર્યો, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31