GSTV
Gujarat Government Advertisement

કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં ભભૂકી આગ, આટલા દર્દીઓ જીવતા ભડથું થઇ ગયા: PM મોદીએ વ્યક્ત કર્યુ દુખ

કોવિડ

Last Updated on April 10, 2021 by

કોરોના વાયરસથી બેહાલ નાગપુરના વાડી વિસ્તારમાં વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ લાગી છે. આગ લાગવાની ઘટના 8 વાગ્યે બની હતી. ઉપરના માળે આગ લાગી હતી, જે આઇસીયુ સુધી પહેંચી છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, તો અનેક લોકો ઘાયલ પણ થયા છે. જેમને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે.

કોવિડ

આગ લાગવાના કારણે હોસ્પિટલમાં અફરા તફરીનો માહોલ સર્જાયો

આગ લાગવાના કારણે હોસ્પિટલમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આગ લાગવાના કારણે લોકોમાં ભયનો માહોલ છે.

મળતી જાણકારી પ્રમાણે કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં આગ લાગી હતા. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. પ્રાથમિક માહિતિ પ્રમાણે આગ એસીમાંથી લાગી હતી. આગ લાગ્યાના સમાચાર બાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સાથે પોલીસના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. હાલમાં આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરુ છે.

પીએમ મોદીએ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ

નાગપુર હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યુ. તેમણે પોતાના ટ્વીટ દ્વારા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સાંત્વના આપી. સાથે જ દુર્ઘટનામાં ઘાયલ લોકોના જલ્દી સ્વસ્થ્ય થવાની કામના કરી.

કોવિડ

હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો

છેલ્લા થોડા સમયથી દેશભરની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. એક તો કોરોનાના દર્દીઓને એકલા રાખવામાં આવે છે, તેવામાં આગના સમાચારથી દર્દીઓના પરિજનો પણ ચિંતામાં મુકાયા છે. ઉલ્લેખનીય છે એક તરફ નાગપુરમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 6489 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 64 લોકોના મોત થયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33