GSTV
Gujarat Government Advertisement

નંદીગ્રામમાં મમતાનું હિન્દુ કાર્ડ, મંચ પર ચંડીપાઠ કર્યો: હું હિન્દુની પુત્રી છું. મને હિન્દુત્વ ન શીખવાડશો! ‘મોદી-શાહને લલકાર્યા’

Last Updated on March 10, 2021 by

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં નંદીગ્રામ વિધાનસભાની બેઠક ચૂંટણી જંગનું એપીસેન્ટર બની છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઉમેદવારી નોંધાવતા પૂર્વે મંગળવારે નંદીગ્રામમાં એક વિશાળ રેલી યોજી હતી. આ રેલીમાં હિન્દુકાર્ડના શરણે આવતાં મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, હું હિન્દુની પુત્રી છું. મને હિન્દુત્વ ન શીખવાડશો. આ સાથે તેમણે મંચ પરથી દુર્ગાપ્તશતીનો પાઠપણ કર્યો અને શિવરાત્રીના દિવસે તૃણમૂલ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની જાહેરાત પણ કરી હતી. વધુમાં મમતા બેનરજીએ જણાવ્યું કે, ગુજરાતમાંથી આવેલા આઉટસાઈડર્સને તેમનો આત્મા વેચી નાંખનારા લોકો નંદીગ્રામ ચળવળનું અપમાન કરી રહ્યા છે.

બંગાળ

ગુજરાતમાંથી આવેલા આઉટસાઈડર્સને તેમનો આત્મા વેચી નાંખનારા લોકો નંદીગ્રામ ચળવળનું અપમાન

મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, સિંગુર પછી નંદીગ્રામમાં જ આંદોલન થયું હતું. હું ગામની પુત્રી છું. નંદીગ્રામ ચળવળ વખતે મારા પર ખૂબ જ અત્યાચાર થયા હતા. હું મારું નામ ભૂલી શકું છું, પરંતુ નંદીગ્રામ નહીં. મંચ પરથી ચંડીપાઠ કરતાં મમતા બેનરજીએ કહ્યું કે હું હિન્દુ છું, કોઈ મને હિન્દુત્વ ન શીખવાડે. મને નંદીગ્રામ આવતા રોકવામાં આવી હતી. તે સમયમાં નંદીગ્રામની માતા અને બહેનો આગળ ન આવી હોત તો ચળવળ ચાલી ન હોત. મેં નંદીગ્રામના લોકોના પ્રેમના કારણે અહીંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે લોકોને કહ્યું કે તમે લોકો કહેશો કે મારે અહીંથી લડવું જોઈએ તો જ હું કાલે અહીંથી ઉમેદવારી નોંધાવીશ.

મંચ પરથી ચંડીપાઠ કરતાં મમતા બેનરજીએ કહ્યું કે હું હિન્દુ છું, કોઈ મને હિન્દુત્વ ન શીખવાડે

નંદીગ્રામમાં બીજા તબક્કામાં એટલે કે ૧લી એપ્રિલે મતદાન થવું છે. આ સાથે નંદીગ્રામમાં પોતાને આઉટસાઈડર ગણાવવાનો દાવો મમતા બેનરજીએ નકારી કાઢ્યો હતો. મમતાએ એક સમયના તેમના સાથી અને તાજેતરમાં ભાજપમાં જોડાઈ જનારા સુવેન્દુ અધિકારીની ઝાટકણી કાઢી હતી. સુવેન્દુ અધિકારીનું નામ લીધા વિના તેમણે કહ્યું કે,મેં સાંભળ્યું છે કે કેટલાક લોકો મને નંદીગ્રામમાં આઉટસાઈડર ગણાવે છે. આ સાંભળીને મને આશ્ચર્ય થયું. મારો જન્મ અને ઉછેર પડોશી બિરભુમ જિલ્લામાં થયો છે અને જે મને આઉટસાઈડર ગણાવે છે તેમનો જન્મ મિદનાપોરમાં થયો છે. આજે હું આઉટસાઈડર બની ગઈ છું અને ગુજરાતમાંથી આવેલા બંગાળમાં ઈનસાઈડર બની ગયા છે. 

આજે હું આઉટસાઈડર બની ગઈ છું અને ગુજરાતમાંથી આવેલા બંગાળમાં ઈનસાઈડર બની ગયા

મમતા બેનરજીએ આ રેલીમાં ૧૧મી માર્ચે એટલે કે શિવરાત્રીના દિવસે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની જાહેરાત કરી હતી. નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી મમતાની અહીં પહેલી રેલી હતી. એક સમયે મમતાના નજીકના સાથી ગણાતા શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં મમતા બેનરજીને ૫૦,૦૦૦થી વધુ મતોથી હરાવવાનો દાવો કર્યો છે. ૨૦૧૬માં આ બેઠક પર શુભેન્દુ અધિકારીએ ૬૭ ટકા મત મેળવ્યા હતા અને તે તાજેતરમાં જ ભાજપમાં જોડાઈ ગયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33