GSTV
Gujarat Government Advertisement

Muthoot ગ્રુપના ચેરમેન એમજી જોર્જના નિધન પર ખુલાસો, આ રીતે થઇ હતી મોત

Muthoot

Last Updated on March 7, 2021 by

Muthoot ગ્રુપના ચેરમેન એમજી જોર્જ મુત્થુટ(MG George Muthoot)ની અગાસીથી પાડવાના કારણે મોત થઇ ગઈ છે. એમજી જોર્જ શુક્રવારે લગભગ 9 વાગ્યે પોતાન ઘરની અગાસી પરથી પડ્યા હતા. લગભગ 71 વર્ષના એમજી જોર્જ બીમાર પણ હતા. તેઓ દિલ્હી ઇસ્ટ ઓફ કૈલાશમાં રહેતા હતા. પોલીસ મુજબ આ એક્સિડેન્ટલ ડેથ છે અથવા સુસાઇડ છે એ વાત હજુ ક્લિયર થઇ નથી. તપાસ ચાલુ છે. જણાવી દઈએ કે શુક્રવારે સાંજે મુત્થુત ગ્રુપના ચેરમેનનું નિધન થઇ ગયું. જો કે જણાવવામાં આવી રહ્યું છે કે એમની મોત ઘરના ચોથા માળેથી પડીને થઇ છે.

જણાવી દઈએ કે મુત્થુટ ફાઇનાન્સ દેશની સૌથી મોટી ગોલ્ડ લોન બિન-બેંકીય નાણાકીય કંપની(NBCFC) છે. એટલે મુત્થુટ ભારતની સૌથી મોટી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે.

જોર્જ મુત્થુટ પરિવારની ત્રીજી પેઢીના સભ્ય છે

એમજી જોર્જ મુત્થુટ પોતાના પરિવારની ત્રીજી પેઢીના સભ્ય છે, જેમણે Muthoot ગ્રુપનું ચેરમેન પદ સાંભળ્યું હતું. ત્યાં જ Orthodox Church ચર્ચના ટ્રસ્ટી હોવાની સાથે સાથે ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેબર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય પણ છે. એ ઉપરાંત જોર્જ મુત્થુટ ફિક્કી કેરળ રાજ્ય પરિષદના અધ્યક્ષ પણ હતા.

ફોર્બ્સની લિસ્ટમાં સામેલ

જોર્જ મુત્થુટ એ 6 મલયાલી લોકોમાં સામેલ છે, જેમણે છેલ્લા વર્ષે ફોર્બ્સ મેગેઝીનમાં અમીરોની લિસ્ટમાં જગ્યા બનાવી હતી. એમજી જોર્જના નેતૃત્વમાં મુત્થુટ ગ્રુપે દુનિયાભરમાં 5000થી વધુ શાખાઓ અને 20થી વધુ અલગ-અલગ વ્યવસાયોમાં વિસ્તાર કર્યું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33