Last Updated on March 29, 2021 by
અમદાવાદ શહેરમાં હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી ઉપર પાબંદી લાદતી ગાઈડલાઈન શનિવારે બહાર પાડવામાં આવ્યા બાદ મ્યુનિ.ના સોલીડ વેસ્ટ વિભાગ તરફથી પર્વની ઉજવણીને ધ્યાનમાં લઈ શહેરીજનોને વધુ એક ચેતવણી આપવામાં આવી છે. જેમાં સોસાયટીઓ કે મોટા રહેણાંક સંકુલોમાં રહેતા લોકો દ્વારા ટોળાં વળીને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવતી હોવાનું ધ્યાન ઉપર આવશે તો મ્યુનિ.તંત્ર દ્વારા જે તે સોસાયટી કે રહેણાંક સંકુલના પાણીના જોડાણ કાપી નાંખવા સુધીની ચેતવણી આપવામાં આવી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ધૂળેટી પર્વ નિમિત્તે અલગ અલગ વિસ્તારોમાં પર્વની ઉજવણી ઉપર ધ્યાન રાખવા 200થી પણ વધુ ટીમો કાર્યરત કરવામાં આવશે.
સોસાયટી કે રહેણાંક સંકુલના પાણીના જોડાણ કાપી નાંખવા સુધીની ચેતવણી
આ અંગે મળતી માહીતી મુજબ,મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શનિવારે કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજય સરકારની ગાઈડલાઈનનો હવાલો આપીને અમદાવાદ શહેરમાં હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવા ઉપર અનેક પ્રકારના પ્રતિબંધ લાગૂ કરાશે એવી શનિવારે જાહેરાત કરવામાં આવી હતી.જે મુજબ શહેરમાં તમામ કલબો બંધ રાખવા ઉપરાંત સરકારી અને ખાનગી સ્વીમીંગ પુલો પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઉપરાંત મોટી સોસાયટીઓ અને બંગલાઓમાં મોટી સંખ્યામાં ટોળા વળીને પાણી કે કલરથી ઉજવવામાં આવતી હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવા ઉપર પણ રોક લગાવવામાં આવી છે.પાર્ટી પ્લોટો ઉપરાંત શહેરનાં મંદિરો અને હવેલીઓમાં આયોજીત કરવામાં આવતાં ફુલ-કલરથી કરવામાં આવતી ઉજવણી કરવા અંગે પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.
ફુલ-કલરથી કરવામાં આવતી ઉજવણી કરવા અંગે પણ મનાઈ
મ્યુનિ.ના સોલીડ વેસ્ટ વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ,ધૂળેટી પર્વ નિમિત્તે સોમવારે શહેરના વિવિધ વિસ્તારોમાં 200થી વધુ ટીમો દિવસભર ધૂળેટી પર્વની જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવતી ઉજવણી ઉપર ધ્યાન રાખશે.ઉપરાંત જો કોઈ સ્થળે સોસાયટી કે મોટા રહેણાંક વિસ્તારોમાં મનાઈ ફરમાવવામાં આવ્યા પછી પણ લોકોના ટોળાં ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા હોવાનું માલૂમ પડશે તો આમ કરનાર સોસાયટીના પાણીના જોડાણ કાપી નાંખવામાં આવશે.
બે દિવસ શું-શું બંધ રહેશે?
- તમામ ક્લબો સદંતર બંધ રહેશે.
- તમામ સરકારી તેમજ પ્રાઈવેટ સ્વીમિંગ પૂલ બંધ રહેશે.
- મોટી સોસાયટીઓ તેમજ બંગલાઓમાં ટોળે વળી પાણી કે કલરથી હોળી રમીને કરાતી ઉજવણી બંધ રાખવાની રહેશે.
- તમામ પાર્ટી પ્લોટોમાં ઉજવણી બંધ રહેશે.
- સમાજની વાડીમાં કરવામાં આલતાં ઉજવણીના કાર્યક્રમો બંધ રહેશે.
- મોટા મંદિરો/હવેલીમાં ફુલ-કલરથી હોળી રમવાના ઉત્સવો બંધ રાખવાના રહેશે.
- જાહેર રસ્તાઓ ઉપર હોળી રમી શકાશે નહીં. તેમજ જાહેર રસ્તા પર ટોળે વળીને પૈસા ઉધરાવાની પ્રવૃત્તિ કરી શકાશે નહીં.
20થી વધુ લોકો પર્વ ઉજવણી માટે એક સ્થળે એકઠા થઈ શકશે નહીં
કોરોના સંક્રમણ વધતાં મ્યુનિ. તંત્ર સફાળુ જાગ્યુ છે.શહેરમાં મોટા પર્વ તરીકે જે પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવતી હોય છે.એવા આ પર્વની ઉજવણી વિવિધ પ્રકારના જારી કરવામાં આવેલા ફરમાનોની સાથે ફીકકી બની જવા પામી છે.નિયંત્રણો લાગૂ કરવાથી જ કોરોના સંક્રમણ ધટી જશે એવી માનસિકતા સાથે મ્યુનિ.તંત્ર દ્વારા પર્વની ઉજવણીને લઈને વધુ એક ફરમાન જારી કરવામાં આવ્યું છે.જેમાં પર્વની ઉજવણીના નામે કોઈ એક સ્થળે વીસથી વધુ લોકોને એકઠા થવા ઉપર પણ કાર્યવાહી કરવાની ચિમકી આપવામાં આવી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31