Last Updated on March 28, 2021 by
મહારાષ્ટ્રમાં જીવલેણ વાયરસનો કહેર જોવા મળ્યો છે. રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ઘાતક વાયરસનો સકંજો વધ્યો છે. બીજી તરફ સતત વધી રહેલા કોરોના કેસોની ગતિમાં થોડો ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના સંક્રમણનાં 35,726 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં શુક્રવારે 36,902 કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 2 લાખ 673 હજાર 461 થઈ ગઈ છે. ઉદ્ધવ સરકાે ઘણા જિલ્લાઓમાં નાઈટ કર્ફયુ, લોકડાઉન પણ લાગું કર્યું છે.
મહારાષ્ટ્રમાં 5 મહિનામાં થયા સૌથી વધુ મોત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 2 લાખ 673 હજાર 46
આ સાથે મહારાષ્ટ્રમાં છેલ્લા એક દિવસમાં 166 લોકોનાં મોત નીપજ્યાં, જે છેલ્લા 5 મહિનામાં સૌથી વધુ છે. આ સાથે, જ મહારાષ્ટ્રના કોવિડ-19 નાં કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 54,073 પર પહોંચી ગઈ છે. આ સાથે જ મુંબઈમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. શનિવારે મુંબઇમાં 6,130 કેસ નોંધાયા, ત્યારબાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3 લાખ 91 હજાર 791 થઈ ગઈ છે.
શનિવારે મુંબઇમાં 6,130 કેસ નોંધાયા
કોરોના વાયરસનાં કેસોમાં તાજેતરમાં થયેલા વધારાને નિયંત્રણમાં રાખવા માટે ઝઝુમી રહેલી મહારાષ્ટ્ર સરકારે શનિવારે રાજકીય અને ધાર્મિક સહિતના તમામ પ્રકારની સભાઓનાં આયોજન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ઘોષણા કરી. સરકારનાં હુકમમાં જણાવાયું છે કે રેસ્ટોરન્ટ્સ, બગીચા અને મોલ સવારે 7 થી 8 વાગ્યા સુધી બંધ રહેશે.
રેસ્ટોરન્ટ્સ, બગીચા અને મોલ સવારે 7 થી 8 વાગ્યા સુધી બંધ
હુકમમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લોકોને સવારે 8 થી સવારે 7 દરમિયાન દરિયા કિનારે ફરવા જવાની પરવાનગી આપવામાં આવશે નહીં, શનિવારની રાતથી નાટક થિયેટરો પણ બંધ રહેશે. આ ઓર્ડર શનિવાર મધરાતથી લાગુ થશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31