Last Updated on April 7, 2021 by
મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે અનિલ વાજેને 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ, સમગ્ર મામલે અનેક ઉતાર ચઢાવ આવ્યા બાદ પરમબીર સિંહે સુપ્રીમકોર્ટમાં સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. જોકે સુપ્રીમના નિર્દેશ બાદ બોમ્બે હાઇકોર્ટમાં કરેલ અરજીમાં સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. ત્યારબાદ, ગૃહમંત્રીએ રાજીનામુ આપી દીધું હતું, ત્યારે હવે મુંબઈ પોલીસે આ કેસમાં ગૃહમંત્રાલયને એક રિપોર્ટ સોંપ્યો છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં વસુલી કાંડમાં પરમબીર સિંહે લગાવેલા આરોપ બાદ મુંબઈ પોલીસે ગૃહ મંત્રાલયને પાંચ પાનાનો એક રિપોર્ટ સોંપ્યો છે. જેમા પરમબીર સિંહ પર સચિન વાઝેને રક્ષણ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના કમિશનર હેમંત નકરાલે પોતાના રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે, પરમહબીર સિંહના મૌખિક નિર્દેશ બાદ સચિન વાઝેને ક્રાઈમ ઈન્ટેલિજેંસ યુનિટમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.
વાઝે કેટલાક વરિષ્ઠ અધિકારીઓને બાજુમાં રાખી સીધા પરમબીર સિંહને રિપોર્ટ કરતા હતા. કમિશનર હેમંત નગરાલેના રિપોર્ટ બાદ પૂર્વ કમિશનર પરમબીર સિંહની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. આ સાથે સૌથી મોટો સવાર એ છે કે, અંતે સચિન વાઝેનો ગોડ ફાધર કોણ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31