Last Updated on April 2, 2021 by
કોરોનાના કેસો વધવા લાગ્યાં છે. જેના કારણે લોકલ લોકડાઉનમાં પણ ઝડપ આવી છે. આ વચ્ચે દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન Tejas Express ઉપર બ્રેક લાગી છે. IRCTC એ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદની વચ્ચે ચાલનારી તેજસ એક્સપ્રેસનું સંચાલન 2 એપ્રિલ સુધી રોકવાનો નિર્ણય કર્યો છે. આવનારા એક મહિના સુધી આ ટ્રેનનું સંચાલન નથી કરવામાં આવ્યું છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના સૌથી ઝડપે ફેલાઈ રહ્યો છે. મહાનગરીની લાઈફલાઈન સમાન મુંબઈ લોકલ ઉપર પણ બ્રેક લાગવાની સંભાવના વધી રહી છે. શહેરના મેયર કિશોરી પેડણેકરથી આજથી અને કડક સૂચનાઓ સાથે ચેતવણી આપી છે. મેયરે આ વાતનો સંકેત પણ આપ્યો છે કે, પહેલાની જેમ જ ટ્રેનોને પણ માત્ર જરૂરી સેવાઓ સાથે જોડાયેલા સ્ટાફ માટે ખોલવામાં આવી શકે છે. મેડિકલ એક્સપર્ટસનું માનવું છે કે, જ્યારે લોકલ ટ્રેનની સેવા બહાલ કરવામાં આવી હતી. કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જણાવી દઈએ કે મુખ્યમંત્રી પહેલા જ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાના સંકેત આપી દીધા છે. અત્યારસુધીમાં ઘણા લોકડાઉનને લઈને કોઈપણ પ્રકારની ઓફિશીયલી જાહેરાત કરવામાં આવી નથી.
તેજસ એક્સપ્રેસ એક મહિના માટે સસ્પેન્ડ
તો મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એક્સપ્રેસ સેવાને બંધ કરવાના મુદ્દે પશ્વિમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું છે કે, આજથી એક મહિના સુધી આ સેવાને સસપેન્ડ કરી દેવામાં આવી છે. જે પેસેંજર્સને 2 એપ્રીલ કે તે બાદના સમય માટે ટિકિટ બુક કરાવી લીધી હતી. તેઓને આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. જલ્દી જ તેમની ટિકિટનું રિફંડ જાહેર કરી દેવામાં આવશે.
અત્યારે બે મહિના સુધી ટ્રેનનું સામાન્ય સંચાલન નહીં
તો ઈન્ડિયન રેલવે યાત્રી ટ્રેન સેવાઓને સંપૂર્ણ રીતે શરૂ કરવાની તૈયારી કરી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે, આવનારા બે મહીના સુધી તેનું સંચાલન શરૂ થઈ જશે. આ ટ્રેનો તે રાજ્યમાં ચલાવવામાં આવશે જ્યાંની સરકાર તેને સ્વિકૃતિ આપશે. તે સિવાય તે રાજ્યોમાં કોવિડ-19 મહામારી નિયંત્રણમાં હશે. આવી જગ્યામાં પેસેન્જર ટ્રેનોને ચલાવવાની અનુમતી આપવામાં આવશે. એક રિપોર્ટ પ્રમાણે વર્તમાનમાં 66 ટકા ટ્રેન સેવાઓ વિશેષ ટ્રેનનો રૂપમાં ચલાવવામાં આવી રહી છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31