Last Updated on April 9, 2021 by
વિશ્વની સૌથી પ્રખ્યાત ટી 20 ક્રિકેટ લીગ, IPL 2021ની 14 મી સીઝન આજથી શરૂ થઈ ગઈ છે. IPL 2021ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ચેન્નઈના એમ. ચિદમ્બરમબ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરૂ વચ્ચે ચેન્નઇના એમ.એ ચિદમ્બરમમાં રમાવા જઇ રહેલી IPL મુકાબલામાં જબરદસ્ત ટક્કર જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયન ઓપનર ક્રિસ લિન અને સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર માર્કો જેનસન મુંબઈ ઇન્ડિયન્સ માટે પોતાનું ડેબ્યુ કરશે. જ્યારે બેંગ્લોર માટે ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર અને કાયલ જેમિસન ડેબ્યુ કરી રહ્યાં છે.
#RCB Captain @imVkohli wins the toss and elects to bowl first against #MumbaiIndians in the season opener of #VIVOIPL 2021.
— IndianPremierLeague (@IPL) April 9, 2021
Follow the game here – https://t.co/9HI54vpf2I #MIvRCB pic.twitter.com/haOAZAEUfx
વિરાટની ટીમ આ વખતે વિજયી શરૂઆત કરવા માટે ઉતરશે. જો કે, વિરાટ કોહલીની ટીમ આ વખતે મુંબઇના મુકાબલે કાગળ પર થોડી ઓછી આંકવામાં આવી રહી છે. પરંતુ કેપ્ટન કોહલીનું માનવું છે કે ટીમમાં યુવા ખેલાડીઓની હાજરી વિરોધી ટીમ માટે માથાનો દુ:ખાવો સાબિત થશે.
Hello and welcome to Match 1 of #VIVOIPL 2021.@ImRo45's #MumbaiIndians will take on @imVkohli led #RCB. Who do you reckon will take this home tonight ?#MIvRCB pic.twitter.com/cC47XfP8ZO
— IndianPremierLeague (@IPL) April 9, 2021
નોંધનીય છે કે, મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 13માંથી માત્ર 4 વખત કોઈ પણ સીઝનની પ્રથમ મેચ જીતી શકી છે. 2013 બાદ મુંબઇ ઇન્ડિયન્સ એક પણ પ્રથમ મેચ જીત્યું નથી. બીજી બાજુ RCB (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) ત્રણ વખત સીઝન ઓપનર રમ્યું છે અને ત્રણેયમાં હારનો સામનો કર્યો છે.
A look at the Playing XI for #MIvRCB
— IndianPremierLeague (@IPL) April 9, 2021
Follow the game here – https://t.co/9HI54vpf2I #VIVOIPL https://t.co/6FVNP58vYI pic.twitter.com/HaknmSE9d2
મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઈંગ 11 ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), ક્રિસ લિન, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, માર્કો જાનસેન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ
રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્લેઈંગ 11 ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રજત પાટીદાર, એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, ડેનિયલ ક્રિશ્ચિયન, વોશિંગ્ટન સુંદર, કાયલ જેમિસન, શાહબાઝ નદીમ, હર્ષલ પટેલ મોહમ્મદ સિરાજ અને યૂઝવેન્દ્ર ચહલ
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31