GSTV
Gujarat Government Advertisement

મુંબઈ/ કોરોના હોસ્પિટલ બની લાક્ષાગૃહ: લાગી ભયંકર આગમાં 10 દર્દીઓનાં નિપજ્યા મોત, 76 જણા લઈ રહ્યા હતા સારવાર

Last Updated on March 26, 2021 by

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની ભાંડુપની કોરોના હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં બે દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. મુંબઈના ભાંડુપ વિસ્તારમાં આવેલા ડ્રીમ મોલમાં ત્રીજા માળે આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. આગ લાગી તે સમયે હોસ્પિટલમાં 70થી વધુ દર્દીઓ હતા..જેમાં મોટા ભાગના કોરોનાના દર્દીઓ હતા..ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ મદદ માટે દોડી આવી હતી. મુંબઇના મેયરે કહ્યું કે હજુ સુધી આગ કયા કારણોસર લાગી તેની માહિતી પ્રાપ્ત થઈ નથી. મેં મોલમાં પહેલીવાર કોઈ હોસ્પિટલ જોઇ છે, જવાબદારો સામે સખ્ત પગલાં લેવામાં આવશે. આગ લાગવાના કારણે 10 લોકોના મોત થયા છે. 

20થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો

કોરોના સંક્રમિતો સહિત 70 દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો હાલ ઘટના સ્થળ પર હાજર છે, સાથે સાથે પોલીસનો પણ કાફલો પહોંચ્યો છે.તેમજ હોસ્પિટલમાં રહેલા તમામ  દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી..20થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે.

જવાબદારો સામે સખ્ત પગલાં લેવામાં આવશે

મુંબઇના મેયરે કહ્યું કે હજુ સુધી આગ કયા કારણોસર લાગી તેની માહિતી પ્રાપ્ત થઈ નથી

આગ કયા કારણોસર લાગી તેની માહિતી પ્રાપ્ત થઈ નથી

ઘટનાને લઈને મુંબઈ મેયરે કહ્યુ કે, મેં પહેલીવાર મૉલની અંદર હોસ્પિટલ જોઈ છે. આગ લાગવાના કારણોની તપાસ કરાઈ રહી છે. કોરોનાના 70 દર્દીઓ સહિત અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. દોશિઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે.

10ના નિપજ્યા કરૂણ મોત

ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું કે ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે. આગ મોલના પ્રથમ ફ્લોર પર લાગી હતી. હોસ્પિટલમાં 76 કોરોના દર્દીઓ દાખલ હતા. હાલમાં બચાવ અભિયના ચાલી રહ્યું છે, અને ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની 23 ગાડીઓ હાજર હતી. હોસ્પિટલમાં લાગેલી ભયંકર આગને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. આ હોસ્પિટલમાં 76 દરદીઓ સારવાર હેઠળ હતા.

આગ મોડી રાત્રે લગભગ 11.30 વાગે લાગી હતી

આગ પર કાબુ કરવા માટે ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે. આગ મોડી રાત્રે લગભગ 11.30 વાગે લાગી હતી. આગ કેવી રીતે લાગી તેની તપાસ ચાલી રહી છે. સાથે જ હોસ્પિટલની અંદર સર્ચ કરવામાં આવી રહ્યું છે કે કોઈ દર્દી અંદર ફસાયેલ તો નથી ને. ઘટના અંગે માહિતી આપતા ડીસીપી પ્રશાંત કદમેં જણાવ્યું કે લાગભાગ 90થી 95 ટકા દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે જયારે 2 લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

મૃતકોની સંખ્યા વધી શકે

ઘટનાને લઈને મુંબઈમેયરે નિવેદન આપતા જણાવ્યું છે કે મેં પહેલીવાર મોલની અંદર હોસ્પિટલ હોય તેવું જોયું છે. આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે. કોરોનાઆ 70 દર્દીઓ સહીત અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33