Last Updated on February 25, 2021 by
ગુરુવારે સાંજે દક્ષિણ મુંબઈમાં કાર્મિકલ રોડ પર ત્યજી દેવાયેલી કારે ભારે હોબાળો મચાવી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ કાર અબજોપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક છોડી દેવામાં આવી હતી.
ટૂંક સમયમાં જ આ કાર વિશે અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા અને હવે આ તરફ જતા તમામ રસ્તાઓ પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવ્યા હતા. બોમ્બ સ્કવોડ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરાઈ હતી.
જોકે, કારની તપાસ કર્યા બાદ તેમાથી 20 જિલેટીનની લાકડીઓ સંદિગ્ધ હાલતમાં મળી આવી છે. આ ઘટના બાદ પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે વાહનની નંબર પ્લેટ કથિત રીતે બનાવટી હતી. જેને પગલે અધિકારીઓને શંકા જાગી હતી. ચેકીંગ કર્યા બાદ કારને ટ્રાફિક પોલીસે બાંધી હતી.પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, પોલીસને મળી આવેલી આ વિસ્ટોફક સામગ્રીની સાથે સાથે તેમને કેટલીય ગાડીઓની નંબર પ્લેટ પણ મળી આવી છે. જે બાદ પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યુ છે.
આપને જણાવી દઈએ કે, મુકેશ અંબાણીનું ઘર લગભગ 200 કરોડ ડોલર એટલે કે, 11 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયુ છે. તેને દુનિયાના સૌથી મોંઘા ઘરમાં ગણતરી કરવામાં આવે છે. જેનું નામ એન્ટિલિયા છે. કહેવાય છે કે, એન્ટિલિયાનું નામ એટલાંટિક મહાસાગરના એક પૌરાણિક દ્વિપના નામ પરથી તેનું નામ રાખવામાં આવ્યુ છે.
મહેલ જેવું દેખાતુ આ ઘર 27 માળનું છે. આ ઘર કુલ 4,00,000 સ્કેવર ફૂટમાં બનેલુ છે. ખાસ વાત એ છે કે, આ ઘરમાં આવેલા દરેક રૂમની ઈંટીરિયર એકબીજાથી અલગ છે. એંન્ટિલિયા વર્ષ 2010માં બનીને તૈયાર થયુ હતું. આ ઘરની ચર્ચા સમગ્ર દુનિયામાં આજે પણ થઈ રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31