GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં સરદાર થયા સાઈડલાઈન, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ રખાયું નરેન્દ્રમોદી સ્ટેડિયમ

Last Updated on February 24, 2021 by

આજે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું લોકાર્પણ થયું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મોટેરા સ્ટેડિયમના ઉદ્ ઘાટન પ્રસંગે હાજરી આપી. તેમણે કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, મોટેરા સ્ટેડિયમ તૈયાર થતાં દેશમાં ગુજરાતનું ગૌરવ વધ્યુ છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં બન્યુ છે. 

નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રખવામાં આવ્યું

મોટેરા સ્ટેડિયમના ઉદ્ધાટનની સાથે જ સ્ટેડીયમનું નામ બદલવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રખવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડીયમ કાર્યક્રમમાં આ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ રીતે પીએમ નરેન્દ્ર મોદીને પોતાના હોમ સ્ટેટમાં એક મોટી ભેટ મળી છે.

  • મોટેરા સ્ટેડીયમનું નામ બદલાયું
  • નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રખાયપં
  • મોટેરા સ્ટેડીયમ કાર્યક્રમમાં જાહેરાત
  • રાષ્ટ્રપતિ કોવિંદે કર્યુ સ્ટેડીયમનું ઉદ્ધાટન

હાર્દિક પટેલે ઉઠાવ્યા સવાલ

તો અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સવાલ ઉઠાવ્યો છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું છે કે દુનિયાના સૌથી મોટા અમદાવાદ ખાતે આવેલ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. શું આ સરદાર પટેલનું અપમાન નથી? સરદાર પટેલના નામે વોટ માંગનાર ભાજપ હવે સરદાર સાહેબના નામનું અપમાન કરી રહી છે. ગુજરાતની જનતા સરદાર પટેલનું અપમાન સહન નહીં કરે.

સ્ટેડિયમના નિર્માણ માટેનો વિચાર સૌ પ્રથમ પીએમ નરેન્દ્ર મોદીએ કર્યો હતો. અને આજે આ સ્ટેડિયમ તૈયાર થયુ છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, જેવી રીતે મોટેરા સ્ટેડિયમ દેશમાં ઓળખાશે તેવી રીતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં પણ જાણીતું બનશે.

મોટેરા સ્ટેડિયમ દેશમાં ઓળખાશે તેવી રીતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં પણ જાણીતું બનશે

આજથી મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પિંક બોલથી ડે-નાઈટ મેચ શરૂ થવા જઈ રહી છે. બપોરે અઢી વાગ્યે મેચની શરૂઆત થવાની છે. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ એક લાખ 32 હજાર લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે. પરંતુ કોરોના કાળ વચ્ચે ક્રિકેટ મેચને લઈને બેઠક વ્યવસ્થાની 50 ટકા ક્ષમતા સાથે પ્રેક્ષકોને પ્રવેશ અપાશે.જે ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટન અને મેચને લઈને સમગ્ર સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

અમદાવાદના મોટેરા સ્ટેડિયમના લોકાર્પણ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર

અમદાવાદના મોટેરા સ્ટેડિયમના લોકાર્પણ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર રહ્યા.. મોટેરા સ્ટેડિયમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યુ. મોટેરામાં સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવનું ભૂમિપૂજન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યુ. અહી નવા સરદાર પટેલ સ્પોર્ટ્સનું ભવ્ય નિર્માણ થવાનું છે.

મોટેરા ખાતે રાષ્ટ્રપતિના હસ્તે સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં છે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ધાટન થોડીવારમાં થવાનું છે. ઉદ્ધાટન પ્રસંગે પૂર્વ ખેલાડીઓ પણ મોટેરા સ્ટેડિયમમાં હાજર રહ્યા. પૂર્વ હોકી પ્લેયર ધનરાજ પિલ્લે અને સ્વિમિંગ પ્લેયર કલ્યાણી સક્સેના અને ઈવા શર્મા પણ હાજર રહ્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33