GSTV
Gujarat Government Advertisement

BIG NEWS : મોરવાહડફ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપે આપી મહિલાને તક, 4 ઉમેદવારની તૈયાર કરાઈ હતી પેનલ

Last Updated on March 29, 2021 by

કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે 17મી એપ્રિલે મોરવાહડફ બેઠક પર પેટાચૂંટણી યોજાવવા જઇ રહી છે.આ બેઠક પર કોંગ્રેસે સુરેશ કટારાને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે જયારે ભાજપ સોમવારે ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે.જોકે, અત્યાર સુધી મોરવાહડફ બેઠકની ચૂંટણી લડવા એકેય ફોર્મ ભરાયું નથી.’મોરવા હડફ માં નિમિષા બેન સુથાર બીજેપી ઉમેદવાર તરીકે જાહેર થયા છે.

BJP vs CONGRESS

મોરવાહડફ બેઠકની ચૂંટણી લડવા એકેય ફોર્મ ભરાયું નથી

મોરવાહડફ બેઠક પર વર્ષ 2017માં અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ખાંટ વિજેતા થયા હતાં પણ પ્રમાણપત્ર મુદ્દે તેમને સસ્પેન્ડ કરાયા હતાં. આ મામલો છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સ્ટે હોવાને કારણે આ બેઠક પર ચૂંટણી થઇ શકી ન હતી પણ તે દરમિયાન ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનુ અવસાન થયુ હતું. આ કારણોસર આ બેઠક ખાલી પડી હતી.

17મી એપ્રિલે મોરવાહડફ બેઠક પર પેટાચૂંટણી યોજાશે

મોરવા હડફ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ચાર દાવેદારોના નામની પેનલ તૈયાર કરી છે જેમાં નિમિષા સુથાર,મણિલાલ પારગી ,વિક્રમ ડિંડોર અને રમેશ ઝાલૈયાનો સમાવેશ થાય છે. ભાજપ સોમવારે મોડી સાંજ સુધીમાં ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. 30મી એપ્રિલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે ત્યારે અંતિમ દિવસે જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે.

અંતિમ દિવસે જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે

નોંધની ય છેકે, 1,11,082 પુરૂષ મતદારો અને 1,07,711 મહિલા મતદારો નોંધાયેલા છે. આગામી તા.30મી એપ્રિલેઆ બેઠક માટે ઉમેદવારો ફોર્મ ભરશે. 31મી માર્ચે ફોર્મની ચકાસણી થશે જયારે 3જી એપ્રિલ ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ છે. તા.17મી એપ્રિલે મતદાન થશે.

તા.2જી મેના રોજ મોરવાહડફ બેઠકની ચૂંટણીની મતગણતરી યોજાનાર છે. આમ, ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ ભાજપ અને કોંગ્રેસ પેટાચૂંટણીના પ્રચારમાં પરોવાઇ જશે. એક બાજુ, કોરોનાના કેસો વધી રહ્યંા છે ત્યારે હોળી-ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકાયો છે ત્યારે ભાજપ-કોંગ્રેસને પેટાચૂંટણી જીતવાવો અભરખો જાગ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33