GSTV
Gujarat Government Advertisement

મોરવા હડફ/ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, કાંટાની રહેશે ટક્કર

Last Updated on March 30, 2021 by

મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે.મોરવા હડફ  બેઠક પર ભાજપે નિમિષા બહેન સુથારને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે સુરેશ કટારાને ટિકિટ આપી છે.. 17મી એપ્રિલે મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે.  ખોટા પ્રમાણપત્રને લઇ ભૂપેન્દ્ર ખાંટને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ખોટા પ્રમાણપત્રનો મામલો સુપ્રીમકોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે બાદમાં ભૂપેન્દ્ર ખાંટનું નિધન થયું હતું. ભૂપેન્દ્ર ખાંટનું નિધન થતા બેઠક ખાલી જાહેર કરાઇ હતી. ત્યારે આજે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે.  31મી માર્ચે ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે. અને 17 એપ્રિલના મતદાન યોજાશે. જ્યારે 2 મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે.

કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે 17મી એપ્રિલે મોરવાહડફ બેઠક પર પેટાચૂંટણી યોજાવવા જઇ રહી છે.આ બેઠક પર કોંગ્રેસે સુરેશ કટારાને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે જયારે ભાજપ સોમવારે ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે.જોકે, અત્યાર સુધી મોરવાહડફ બેઠકની ચૂંટણી લડવા એકેય ફોર્મ ભરાયું નથી.’મોરવા હડફ માં નિમિષા બેન સુથાર બીજેપી ઉમેદવાર તરીકે જાહેર થયા છે.

મોરવાહડફ બેઠકની ચૂંટણી લડવા એકેય ફોર્મ ભરાયું નથી

મોરવાહડફ બેઠક પર વર્ષ 2017માં અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ખાંટ વિજેતા થયા હતાં પણ પ્રમાણપત્ર મુદ્દે તેમને સસ્પેન્ડ કરાયા હતાં. આ મામલો છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સ્ટે હોવાને કારણે આ બેઠક પર ચૂંટણી થઇ શકી ન હતી પણ તે દરમિયાન ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનુ અવસાન થયુ હતું. આ કારણોસર આ બેઠક ખાલી પડી હતી.

ભાજપ

અંતિમ દિવસે જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે

નોંધની ય છેકે, 1,11,082 પુરૂષ મતદારો અને 1,07,711 મહિલા મતદારો નોંધાયેલા છે. આગામી તા.30મી એપ્રિલેઆ બેઠક માટે ઉમેદવારો ફોર્મ ભરશે. 31મી માર્ચે ફોર્મની ચકાસણી થશે જયારે 3જી એપ્રિલ ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ છે. તા.17મી એપ્રિલે મતદાન થશે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33