Last Updated on March 21, 2021 by
મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી મામલે કારોબારીની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દાહોદના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાનું ભડકાઉ અને વિવાદાસ્પદ ભાષણ જોવા મળ્યું હતું. ચંદ્રિકાબેન બારીયાએ કહ્યું હતું કે, ‘જે ભાજપવાળા જીત્યા છે એમના ઘરે જઈ પથ્થરમારો કરવો જોઈએ.’
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરવા હડફ વિધાનસભા બેઠકની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. મોરવા હડફ વિધાનસભા બેઠકની ચૂંટણી 17 એપ્રિલે યોજાશે. આ બેઠક પર અપક્ષ તરીકે ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટનું જાન્યુઆરી મહીનામાં ઘણી લાંબી માંદગી બાદ અવસાન થયું છે. જ્યાર બાદ આ બેઠક ખાલી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પંચમહાલના મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો, પક્ષના જિલ્લા કક્ષાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને બીજેપીના નેતાઓ પણ જોડાયાં હતાં.
ગાડીઓના કાફલાની એક કિલોમીટરથી વધુ લાઈનો લાગી હતી. ભૂપેન્દ્રસિંહ ખાંટ કોંગ્રેસના બાહુબલી નેતા વેચાતભાઈ ખાંટના પુત્ર છે. ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે મોરવા હડફ વિધાનસભા બેઠક જીત્યા હતા. ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ખાંટ કોંગ્રેસમાં જોડાયા હતા. જાતિ પ્રમાણપત્રનો વિવાદ થતા કોર્ટે હુકમ કરતા વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા હતા. તેમના નિધનથી જિલ્લા કોંગ્રેસમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31