Last Updated on April 10, 2021 by
મોરબીમાં સતત વધતા કેસને લઈને પ્રભારી સચિવ મનિષા ચાંદ્રા સહિત કલેકટર તેમજ આરોગ્ય અધિકારીઓ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા. જેમાં પ્રભારી સચિવે સૂચન આપ્યું કે હાલ 100 બેડની ઉપસ્થિતિ છે ત્યારે વધારાના ૮૦ બેડની વ્યવસ્થાઓ કરવા માટે સૂચના આપવામાં આવ્યું છે.
આવતા સોમવાર સુધીમાં આ 80 બેડ ઓક્સિજનની પુરતી સુવિધાઓ સાથે ઉપલબ્ધ કરવામાં આવશે. આ સિવાય જે સિવિલ હોસ્પિટલની અંદર સ્ટાફની અછત છે તે સ્ટાફની અછત પૂરી કરવામાં આવશે. હાલ મોરબીની અંદર 23 હોસ્પિટલ છે જેમાંથી ચાર હોસ્પિટલને કોવીડ પેશન્ટને સારવાર આપવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
આ સિવાય ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેને ધ્યાને લઇને તેમને પણ પૂરતી સુવિધા મળી રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત પ્રભારી સચિવ આઠ દિવસ માટે મોરબીની અલગ-અલગ હોસ્પિટલની મુલાકાત લેશે તેમ જ જરૂરિયાત જણાશે તો તેમને સૂચન પણ આપવામાં આવશે.
મોરબીમાં કોરોનાનો કેર વધતા હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યા છે. વાંકાનેરના પલાસ ગામે હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી દર્દીઓ હોસ્પિટલની બહાર બેડ નાંખી સારવાર મેળવવા મજબૂર બન્યા છે. વાંકાનેરનો આ વીડિયો વાયરલ થયો છે. અહીં બેડ ઉપરાંત રેમડેસિવીર ઇન્જેક્શનની પણ ભારે અછત પ્રવર્તી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31