Last Updated on April 3, 2021 by
ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણએ આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ-સુરત અને રાજકોટમાં 3-3 લોકોના મોત થયા છે. જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થઇ થયું છે. તો સૌરાષ્ટ્રમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે મોરબી શહેરમાં સ્વૈચ્છીક અડધા દિવસનું લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.
કોરોના વાયરસના વધતા કેસને જોતા મોરબીમાં સોમવારથી અડધા દિવસનું લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સહીત મોરબીમાં કોરોના વાયરસના કેસ વધતા મોરબી વેપારી એસોસિયેશન દ્વારા અડધા દિવસનું લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓના જુદા જુદા સંગઠનો અને સંઘો દ્વારા આ અડધા દિવસના લોકડાઉનને સમર્થન આપવામાં આવ્યું છે.
મહત્વનું છે કે વધતા કોરોના વાયરસ સંક્રમણને જોતા વેપારી સંગઠનો દ્વારા આપવામાં આવેલ અડધા દિવસના લોકડાઉનમાં સોમવારથી શહેરની દુકાનો અડધા દિવસ માટે જ ખુલ્લી રાખવામાં આવશે. બપોરના 2 વાગ્યા બાદ તમામ બજારો બંધ થઇ જશે અને લોકડાઉનને સમર્થન આપવામાં આવશે.
- મોરબીમાં સોમવારથી અડધા દિવસનું લોકડાઉન
- કોરોના કેસ વધતા વેપારી એસો.નો નિર્ણય
- વેપારીઓનાં જુદા જુદા એસો.કર્યો નિર્ણય
- સોમવારથી શહેરની દુકાનો અડધો દિવસ ખુલી રહેશે
- બપોરે બે વાગ્યા બાદ તમામ બજારો રહેશે બંધ
ગુજરાતમાં કોરોનાના કેસોએ આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ-સુરત અને રાજકોટમાં 3-3 લોકોના મોત થયા છે. જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થઇ થયું છે.
તો આજદિન સુધીમાં કુલ 4539 લોકોના મોત થઇ ચૂક્યા છે. હજુ પણ 158 દર્દીઓની હાલત ગંભીર છે જેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ 13559 લોકોની કોરોનાની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2066 દર્દીઓ સાજા થતા આજદિન સુધીમાં કુલ 2 લાખ 94 હજાર 650 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. ત્યારે નજર કરીએ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયેલા કેસો પર તો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31