Last Updated on March 20, 2021 by
દેશનાં અર્થતંત્રમાં વર્ષ 2021નાં કેલેન્ડર વર્ષમાં 12 ટકાની વૃધ્ધી જોવા મળશે, મુડીઝ એનાલિટિક્સએ આ અનુમાન લગાવ્યું છે, મુડીઝનું કહેવું છે કે ગયા વર્ષે 7.1 ટકાનો ઘટાડો જોવા મળ્યા બાદ ભારતીય અર્થતંત્રની ભવિષ્યની સંભાવના વધુ અનુકુળ થઇ ગઇ છે, મુડીઝ એનાલિટિક્સએ શુક્રવારે કહ્યું કે ડિસેમ્બર 2020એ સમાપ્ત થતા ત્રિમાસિકમાં જીડીપીનો વૃધ્ધી દર 0.4 ટકા રહ્યો છે, આ પ્રદર્શન અપેક્ષા કરતા ઘણું સારૂ છે, ગત ત્રિમાસિકમાં અર્થતંત્રમાં 7.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
નિયંત્રણો હળવા કરાયા બાદ દેશ અને વિદેશમાં માંગ સુધરી
મુડીઝે કહ્યું કે નિયંત્રણો હળવા કરાયા બાદ દેશ અને વિદેશમાં માંગ સુધરી છે, તેના કારણે હાલનાં મહિનાઓમાં મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન વધ્યું છે, મુડીઝનું કહેવું છે કે અમારૂ અનુમાન છે કે પ્રાઇવેટ ખપત અને વિદેશી મુડીરોકાણમાં આગામી કેટલાક ત્રિમાસિકમાં વૃધ્ધી જોવા મળશે, જેમાં વર્ષ 2021માં સ્થાનિક માંગમાં સુધારો થતો જોવા મળશે, મુડીઝનું અનુમાન છે કે વર્ષ 2021નાં કેલેન્ડર વર્ષમાં જીડીપીનો વાસ્તવિક વૃધ્ધી દર 12 ટકા રહેશે, જેનું એક કારણ ગયા વર્ષનો નીચલો આધાર પ્રભાવ પણ છે.
નાણાકિય અને રાજકોષિય ખાધ નિતીઓ વૃધ્ધીનાં અનુકુળ રહેશે: મુડીઝ
મુડીઝનું માનવું છે કે નાણાકિય અને રાજકોષિય ખાધ નિતીઓ વૃધ્ધીનાં અનુકુળ રહેશે, અમારૂ માનવું છે કે આ વર્ષે નિતિગત દરમાં કોઇ વધારાનો કાપ નહીં થાય અને તે 4 ટકા જ રહેશે, અમારૂ માનવું છે કે નાણાકિય વર્ષ 2021-22નાં બજેટથી વાર્ષિક રાજકોષિય ખાધ જીડીપીનાં લગભગ 7 ટકા સુધી પહોંચી જશે, મુડીઝે કહ્યું કે મુખ્ય મોંઘવારી 2021માં નિયંત્રિત રીતે વધશે, જો કે ખાદ્ય વસ્તુઓ અને ઇંધણમાં મોંઘવારીથી પરિવારોનાં ખર્ચ પર અસર પડશે, તે સાથે જ મુડીઝે કહ્યું કે જો કોવિડ-19 સંક્રમણની બીજી લહેર વેગ પકડી રહેશે તો તેનાં કારણે 2021માં સુધારાને જોખમ પેદા થઇ શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31