Last Updated on March 16, 2021 by
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ટી-શર્ટ પહેરતાં અધ્યક્ષે તેમને ગૃહની બહાર જવા આદેશ કર્યો હતો તે વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ ટી શર્ટ પહેર્યુ છે તેમ જણાવી વાંધો ઉઠાવ્યો હતો તે વખતે અધ્યક્ષે જ મધુ શ્રીવાસ્તવને કહ્યું કે, તમે બેસો, વાંધો નહીં.
અધ્યક્ષે જ મધુ શ્રીવાસ્તવને કહ્યું કે, તમે બેસો, વાંધો નહીં
આ જોઇને કોંગ્રેસના ધારાસભ્યે એવી ટિખળ કરીકે, માત્ર ટી શર્ટનો જ વાંધો, ગૃહમાં સારૂ ન લાગે. ટી-શર્ટ પર કોટી પહેરો તો શોભે..વિપક્ષ કાર્યાલયમાં આ મુદ્દે ચર્ચા કરતાં કોગ્રેસના ધારાસભ્યોએ અધ્યક્ષની બેધારી નીતિ સામે પણ સવાલો ઉઠાવ્યા હતાં.
પ્રજાના પ્રશ્નો ભૂલી ધારાસભ્યો ટી-શર્ટ મુદ્દે મમતે ચડયાં
વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન ગુજરાતની પ્રજાએ ચૂંટેલા પ્રતિનીધીઓ પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરતાં હોય છે.આજે મોંઘવારીથી માંડીને પીવાના પાણી સહિત અનેક સમસ્યાથી ગુજરાતની જનતા પિડીત છે ત્યારે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોએ કેવા વસ્ત્રો પહેરીને આવવુ તે મુદ્દો છેડાયો હતો. વિધાનસભા સત્ર પાછળ સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે ગૃહની એક એક મિનિટ અમૂલ્ય હોય છે ત્યારે વિધાનસભા ગૃહમાં ટી શર્ટ પહેરીને ન અવાય તે મુદ્દે 22 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી. પ્રજાની સમસ્યાઓને ભૂલી ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો જાણે મમતે ચડયા હતાં.
પ્રજાની સમસ્યાઓને ભૂલી ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો જાણે મમતે ચડયા
વિધાનસભા ગૃહના કેવા વસ્ત્રો પહેરવા તે અંગે ધારાસભ્યો ચડસાચડસી પર ઉતરી આવ્યાં હતાં.પ્રજાની સમસ્યા ભૂલાઇ હતીને ડ્રેસકોડ અંગે ચર્ચા થઇ હતી. વિધાનસભાની લોબીમાં ય ભાજપ -કોંગ્રેસના ધારાસભ્યો ટિખળ કરી રહ્યાં હતાંકે, અધ્યક્ષ, હવે ધારાસભ્યોના ડ્રેસકોડ નક્કી કરશે.ધારાસભ્યોએ કેવા વસ્ત્રો પહેરવા. વિધાનસભા ગૃહમાં હવે શું પહેરીને આવવુ તેના નિયમો ઘડાય તો ય નવાઇ નહી….
શાંતિનો દૂત વિધાનસભા ગૃહમાં છે, ગભરાશો નહીં
નવી મર્ક્યુરી લાઇટોના અજવાળાથી પ્રેક્ષક ગેલેરી ઝળહળતી હતી તે જોઇને અધ્યક્ષે ખુલાસો કર્યો કે, પ્રેક્ષક ગેલેરીમાં ઓછી લાઇટો હોવાથી નવી લાઇટ નંખાવી છે. જોકે, અધ્યક્ષે ગેલેરીમાં બેઠેલાં ધારાસભ્યોને વાતનીય જાણકારી આપી કે,ચાર દિવસની રજા હતી.લાઇટનુ કામકાજ ચાલી રહ્યુ હતું. એક શાંતિનુ દૂત અત્યારે ગૃહમાં છે.એટલે કોઇ ગભરાશો નહીં…
સરદારને ભંગાર કહેનાર કોંગ્રેસને પ્રજાએ ભંગાર કરી દીધી
વિધાનસભા બજેટ સત્રમાં પહેલીવાર ધારાસભ્ય જીતુ વાઘાણીએ અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં ભાગ લીધો હતો તે વખતે તેમણે કોંગ્રેસને આડે હાથે લઇને કહયુ કે, સરદારને ભંગાર કહેનાર કોંગ્રેસને પ્રજાએ ભંગાર કરી દીધી છે.જોકે,અધ્યક્ષે આ શબ્દો રેકર્ડ પરથી દૂર કર્યા હતાં. પણ વાઘાણીએ ખુબ જ સિફતપૂર્વક ભાજપની વાહવાહી કરી એવુ સાબિત કરવાની કોશિશ કરી હતીકે, સી.આર.પાટીલના જ નહી,મારા વખતમાં ભાજપનો ચૂંટણીમાં વિજય થયો હતો. એટલે વાઘાણીએ લોકસભાની ચૂંટણીનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
કાર્યકરો માંગે છે પણ ટી-ટ્વેન્ટીની ટિકિટો જ કોઇ આપતું નથી ને..
મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગલેન્ડ વચ્ચે ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ રમાઇ રહી છે ત્યારે વિધાનસભામાં લોબીમાં એક ભાજપના ધારાસભ્યએ બીજા ધારાસભ્ય સમક્ષ વેદના ઠાલવી કે,કાર્યકરો મેચની ટિકિટો માંગે છે પણ ધારાસભ્યોને ય ટિકિટો આપતુ નથી તો કયાંથી લાવવી.ખુદ ધારાસભ્યએ એવુ કહેવુ પડેકે,કોમ્પ્લીમેન્ટરી પાસ કોઇ આપતુ નથી ત્યાં કાર્યકરોની કયાં માંડવી….
મોહનસિંહ,માસ્ક પહેરી લો, નહિતર ચેક કરાવી લો
કોરોના વકર્યો છે ત્યારે વિધાનસભા ગૃહમાં પણ અધ્યક્ષે ધારાસભ્યોને વારંવાર ટકોર કરવી પડી રહી છેકે, માસ્ક પહેરો.કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ બે-ત્રણ વાર છીંક ખાધી ત્યાં અધ્યક્ષે અધવચ્ચે કહ્યું કે,મોહનસિંહ,માસ્ક પહેરી લો.અથવા બહાર પણ બેસી શકો છો. ત્યાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે વણમાંગી સલાહ આપીકે, નહીતર ચેક કરાવી લો.શરમાતા નહીં
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31