Last Updated on March 11, 2021 by
બુધવારે લગભગ એક વરસ પછી ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીની બેઠક સંસદ ભવનના જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં મળી. આ બેઠકને મોદીએ સંબોધન કર્યું. રાજનાથસિંહ, નિર્મલા સીતારામન, એસ. જયશંકર સહિતના વરિષ્ઠ પ્રધાનો હાજર રહ્યા પણ અમિત શાહની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ પણ બેઠકમાં હાજરી આપી હતી.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ પણ બેઠકમાં હાજરી આપી
ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, અમિત શાહ પાંચ રાજ્યોની ચૂંટણી અંગે સ્થાનિક નેતાઓ સાથે ચર્ચામાં વ્યસ્ત હતા તેથી હાજર નહોતા રહ્યા. સંસદનું સત્ર પણ ચાલુ હોવાથી તેને લગતાં કામ પણ હોવાથી શાહ હાજર નહોતા રહી શક્યા. રસપ્રદ વાત એ છે કે, આ બેઠકના કલાકેક પહેલાં ભાજપ ચૂંટણી સમિતીની બેઠક મળી તેમાં શાહ હાજર રહ્યા હતા. મોદીએ આ બેઠકને સંબોધન કર્યું હતું.
બેઠકને મોદીએ સંબોધન કર્યું
આ કારણ સાચું છે કે નહીં એ ખબર નથી પણ શાહની ભાજપની બેઠકોમાં વારંવારની ગેરહાજરી ભાજપમાં ચર્ચાનો વિષય છે. ભાજપના નેતાઓનો મત છે કે, આ પ્રકારની બેઠકોમાં ભાષણબાજી સિવાય કશું થતું નથી તેથી શાહને રસ પડતો નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31