Last Updated on March 31, 2021 by
નાની બચત યોજનાઓ દ્વારા રોકાણ કરતા લોકોને કેન્દ્ર સરકાર દ્વારા મોટો ઝટકો લાગ્યો છે. સરકારે બુઘવારના રોજ જાહેરાત કરતા જણાવ્યું કે, ‘નાની બચતો પર પણ વાર્ષિક વ્યાજ દર 4 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. પર્સનલ પ્રોવિડેન્ટ ફંડ એટલે કે, PPF ના વ્યાજ દર પણ 7.1થી ઘટાડીને 6.4 ટકા કરી દેવામાં આવ્યો છે. એક વર્ષના ગાળા પર જમા વ્યાજ દરને 5.5 % થી ઓછો કરીને 4.4% કરી દેવામાં આવ્યો છે. આ જ ક્રમમાં સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમના વ્યાજ દર 7.4 % થી ઘટાડીને 6.5% કરી દીધો છે.
Govt cuts interest rates on small savings wef from April 1
— ANI (@ANI) March 31, 2021
Savings deposit revised from 4% to 3.5%,annually.
PPF rate down from 7.1% to 6.4%,annually.
1 yr time deposit revised from 5.5% to 4.4%,quarterly.
Senior citizen savings schemes rate down from 7.4% to 6.5%,quarterly&paid pic.twitter.com/x05Hko3vho
ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકારે જાન્યુઆરી-માર્ચ 2021 ક્વાર્ટર માટે પીપીએફ અને એનએસસી સહીત નાની બચત યોજનાઓ પર વ્યાજ ડ્રોમાં કોઈ ફેરફાર નથી કર્યો. કર્મચારી ભવિષ્ય નિધિ (પીપીએફ) અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (એનએસસી) માટે વાર્ષિક વ્યાજદર ક્રમશઃ 7.1 અને 6.8 ટકા પર સ્થિત રાખ્યો છે. નાની બચત યોજનાઓ માટે વ્યાજદરોને નાણાં મંત્રાલય દ્વારા ક્વાર્ટરના આધારે અધિસૂચિત કરવામાં આવે છે.
PPF પરના વ્યાજ દરમાં 70 બેસિસ પોઈન્ટનો ઘટાડો
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ દ્વારા રોકાણ કરનારા લોકોને પણ ઝટકો લાગ્યો છે. PPF ના વ્યાજ દરમાં 70 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે. અત્યાર સુધી 7.1 ટકાના વાર્ષિક દરથી આ વ્યાજ મળતું હતું જ્યારે હવે તેને ઘટાડીને 6.4 ટકા કરી દેવાયું છે. આ રીતે 5 વર્ષની નેશનલ સેવિંગ સ્કીમ પર મળનારા વ્યાજ દરમાં 90 બેસિક પોઈન્ટનો ઘટાડો કરાયો છે. પહેલાં તેની પર 6.8 ટકાના દરે વ્યાજ મળતું હતું જે હવે ઘટાડીને 5.9 ટકા કરી દેવાયું છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ ઘટાડો
PPF સિવાય કિસાન વિકાસ પત્ર અને બાલિકાના શિક્ષણ તેમજ તેના લગ્ન માટેની મહત્વની યોજના સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં પણ મોટો ઘટાડો કરાયો છે. અત્યાર સુધી આ યોજના પર 7.6 ટકાના દરથી વાર્ષિક વ્યાજ મળતું હતું. જેને હવે ઘટાડીને 6.9 ટકા કરી દેવાયું છે અર્થાત તેમાં 70 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે.
સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમના વ્યાજ દરમાં પણ ઘટાડો
સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમના વ્યાજને પણ 7.4 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરી દેવાયું છે. માસિક આવક એકાઉન્ટ પર પણ હવે 6.6 ટકાને બદલે 5.7 ટકા વ્યાજ મળશે જ્યારે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8 ટકાને બદલે 5.9 ટકા વ્યાજ મળશે.
1 વર્ષની ટાઈમ ડિપોઝીટમાં પણ ઘટાડો
1 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર અત્યાર સુધી 5.5 ટકા વ્યાજ મળતું હતું જેને ઘટાડીને 4.4 ટકા કરી દેવાયું છે. અર્થાત આ ડિપોઝીટમાં 1.10 ટકાનો ઘટાડો કરી દેવાયો છે. 2 વર્ષની ટાઈમ ડિપોઝીટમાં હવે 5.5 ટકાને બદલે 5.0 ટકા, 3 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 5.5 ટકાને બદલે 5.1 ટકા અને 5 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.7 ટકાને બદલે 5.8 ટકા વ્યાજ મળશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31