GSTV
Gujarat Government Advertisement

રાહતના સમાચાર / પેટ્રોલ-ડીઝલ પર લોકોને જલ્દી મળી શકે છે રાહત, મોદી સરકાર કરી રહી છે આ તૈયારી

પેટ્રોલ

Last Updated on March 2, 2021 by

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે, નાણાં મંત્રાલય હવે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે. આનાથી સામાન્ય માણસને આકાશને આંબતા ભાવથી રાહત મળશે. સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે. છેલ્લા 10 મહિના દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં બમણા થવાને કારણે ભારતમાં ઇંધણના ભાવમાં વધારો થયો છે, પરંતુ, પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવે, સામાન્ય લોકોને લગભગ 60% ટેક્સ અને ફરજો ચૂકવવી પડે છે. કોરોન વાયરસ રોગચાળાએ આર્થિક પ્રવૃત્તિઓને પણ ભારે અસર કરી છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ તેલ આયાત કરનાર દેશ છે.

ગત 12 મહિનામાં મોદી સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટેકસમાં બે વાર વધારો કર્યો છે. આ પ્રકારે જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ન્યૂનતમ રેકોર્ડ સ્તર પર હતા. ત્યારે હવે સામાન્ય જનતાને પેટ્રોલ-ડીઝલના મોર્ચા પર મોટી રાહત મળી શકી નથી.

GST

મધ્ય માર્ચ સુધીમાં લેવાશે નિર્ણય

પરંતુ નાણાં મંત્રાલય હવે વિવિધ રાજ્યો, તેલ કંપનીઓ અને તેલ મંત્રાલયના સહયોગથી કર ઘટાડવાની રીત પર વિચારણા કરી રહ્યું છે. સૂત્રોનું કહેવુ છે કે કેન્દ્રએ એ પણ જોવું રહ્યું કે કર ઘટાડવાથી તેની નાણાંકીય અસર થઈ નથી. એક સૂત્રએ કહ્યું, ‘અમે કિંમતોને કેવી રીતે સ્થિર રાખવી તે અંગે ચર્ચા કરી રહ્યા છીએ. માર્ચના મધ્ય સુધીમાં, અમે આ અંગે નિર્ણય લઈ શકીશું.

કેટલાક રાજયોએ કર્યો છે ટેકસમાં કાપ

હાલમાં જ કેન્દ્રીય નાંણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે, હું નથી કહી શકતી કે આખરે કયા સુઘી આ ઈંધણો પર ટેકસ ઓછો થશે. પરંતુ કેન્દ્ર અને રાજયોને એક સાથે મળીને ઈંધણ પર ટેકસને ઓછો કરવાનો રહેશે. ડજોકે, વધતી કીંમતો વચ્ચે કેટલાક રાજયોએ પોતાના સ્તર પર પેટ્રોલ-ડીઝલ પર ટેકસને પણ ઓછા કર્યા છે.

OPEC+ની બેઠકથી આશા

સૂત્રો મુજબ જાણવા મળ્યુ કે, ઈંધણ પર ટેકસને લઈને નિર્ણય OPEC અને અનેય ઓઈલ ઉત્પાદક દેશો વચ્ચે બેઠક બાદ જ જશે. આ સપ્તાહમાં આ બેઠક થશે. સૂત્રોએ કહ્યુ કે, એ વાતની આશા છે કે, OPEC+ તેલ આઉટપુટ વધારવાની દિશામાં નિર્ણય લેવાશે. અમને આશા છે કે, તેના આ નિર્ણય બાદ કીંમતોમાં સ્થિરતા જોવા મળશે. ભારતે ઓપેક પ્લસ દેશોને તેલનું ઉત્પાદન વધારવા અપીલ કરી છે. ખરેખર, વધતા જતા ઇંધણના ભાવને કારણે એશિયાની આ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં પણ ફુગાવો વધી રહ્યો છે.

સરકારોએ બળતણ પરના કરમાંથી કેટલી કમાણી કરી?

તમને જણાવી દઈએ કે કેન્દ્ર અને રાજ્ય સરકારની થેલીમાં લગભગ 5.56 લાખ કરોડ રૂપિયા પેટ્રોલિયમ ક્ષેત્રમાંથી આવ્યા છે. 31 માર્ચ 2020 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના આ આંકડા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિના એટલે કે એપ્રિલથી ડિસેમ્બર 2020 દરમિયાન, આ ક્ષેત્રમાંથી કેન્દ્ર અને રાજ્યોની તિજોરીમાં 21.૨૨ લાખ રૂપિયા આવ્યા છે. 21.૨૨ લાખ કરોડની આ રકમ ત્યારે છે જ્યારે કોવિડ -19 ના કારણે ઇંધણની માંગ ન્યૂનતમ રેકોર્ડ સ્તરે પહોંચી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33