Last Updated on March 11, 2021 by
દેશના દરેક નાગરિકો માટે ઉત્તરાિધકાર અને વારસા સંબંધી નિયમો અને આધાર એક સમાન હોવો જોઇએ તેવી માગણી કરતી એક પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જે મામલે કોર્ટે હાલ કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. અરજદારનો દાવો છે કે વર્તમાન નિયમોથી મહિલાઓ સાથે ઘણો અન્યાય થઇ રહ્યો છે.
અરજદારનો દાવો છે કે વર્તમાન નિયમોથી મહિલાઓ સાથે ઘણો અન્યાય
અરજદારનો દાવો છે કે હાલની પરિસ્થિતિ મુજબ દરેક ધર્મના લોકો માટે પોતાના ધર્મ અનુસાર કાયદા છે જેને પર્સનલ લો તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદા અંતર્ગત મહિલાઓની સાથે ઉત્તરાધીકાર અને વારસા સંલગ્ન ઘણા ભેદભાવ કરવામાં આવે છે. તેથી દેશના દરેક નાગરિકો માટે ઉત્તરાિધકાર અને વારસા માટે એક સમાન નિયમો અને કાયદા હોવા જોઇએ કે જેથી આ પ્રકારના ભેદભાવોને દુર કરી શકાય.
આ પ્રકારના ભેદભાવોને દુર કરી શકાય
સુપ્રીમ કોર્ટમાં અરજદાર વકીલ અશ્વિની ઉપાધ્યાયે દાવો કર્યો હતો કે હાલ જે પર્સનલ લો અનુસાર ઉત્તરાિધકાર અને વારસાના નિર્ણયો લેવામાં આવે છે તે બંધારણ વિરૂદ્ધ છે. સાથે જ જાતિય ભેદભાવ કરનારા પણ છે. હાલ હિંદુઓ માટે હિંદુ ઉત્તરાિધકાર કાયદો 1956 છે. તેવી જ રીતે મુસ્લિમોમાં શરિયત કાયદો 1937થી રેગ્યુલેટ છે. ઇસાઇ અને પારસી માટે ઇંડિયન સક્સેશન એક્ટ 1925 લાગુ છે.
હિંદુઓ માટે હિંદુ ઉત્તરાિધકાર કાયદો 1956
અરજદારનો દાવો છે કે વર્તમાન નિયમો અનુસાર હિંદુ મહિલાને વડીલોપાર્જિત સંપત્તિમાં અિધકાર છે પણ મુસ્લિમ, ઇસાઇ અને પાસરી ધર્મમાં નથી. હિંદુઓના દિકરા અને દિકરી બન્નેને સમાન અિધકાર છે પણ અન્ય ધર્મોમાં આમા ભેદ છે. હિંદુ, પારસી, ઇસાઇ મહિલાઓને વીલ એટલે કે વસીયત બનાવવાનો અિધકાર છે પણ મુસ્લિમ મહિલાઓને નથી. આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31