Last Updated on February 25, 2021 by
પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ ૭ માર્ચે જાહેર કરાય એવી શક્યતા છે. આ જાહેરાત પહેલાં કોલકાત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદી જાહેર સભા દ્વારા શક્તિ પ્રદર્શન કરશે. ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ શરૂ કરાવેલી પરિવર્તન યાત્રા પણ ૭ માર્ચે જ સમાપ્ત થાય છે.
આ યાત્રા તમામ ૨૯૪ વિધાનસભા મતવિસ્તારમાં ફરીને કોલકાત્તા પહોંચશે. મોદી આ યાત્રાનું સમાપન કરાવે ત્યારે ગ્રાન્ડ શો કરવા મોદીએ બંગાળ ભાજપને ફરમાન કરી દીધું છે. પોતાની રેલી માટે ૧૦ લાખ લોકોને એકઠા કરવાનું મોદીએ ફરમાન કર્યું હોવાનું કહેવાય છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ સૌમિત્ર ખાન ઉપરાંત લોકેટ ચેટરજી, જ્યોતિર્મય મહાતો અને ખગેન મુર્મનું ભીડ એકઠી કરવાની જવાબદારી સોંપાઈ છે. મોદી પોતાની રેલી બંગાળના રાજકીય ઈતિહાસમાં ઐતિહાસિક બની રહે એવું ઈચ્છે છે.
મમતાએ પોતાની સરકારની સિધ્ધીઓની વાતો લોકો સુધી પહોંચાડવા ‘દ્વારે સરકાર’ અભિયાન છેડયું છે. મોદીની રેલીમાં આ અભિયાનનો પ્રતિકાર કરવા માટે ભાજપના નવા અભિયાનની શરૂઆત પણ કરાશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31