GSTV
Gujarat Government Advertisement

કોલકાતા રેલીમાં પીએમ મોદી પહેલા થશે મિથુનનું ભાષણ, ગાંગુલી પર હજુ સસ્પેન્સ

Last Updated on March 7, 2021 by

અભિનેતા મિથુન આજથી નવા રાજકીય કેરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. કોલકાતામાં બ્રિગેડ ગ્રાઉન્ડ પર યોજાનાર ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી રેલીમાં મિથુન ચક્રવર્તી પણ પીએમ મોદી સાથે મંચ પર હાજર રહેવાના છે. પશ્ચિમ બંગાળના ભાજપ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ શનિવારે રાત્રે મિથુન ચક્રવર્તી સાથે મુલાકાત કરી હતી. જોકે, બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીની રાજકીય એન્ટ્રી પર હજુ પણ અટકળો ચાલી રહી છે.

બંગાળ માટે મિથુનદાના મહત્વને સૌ કોઈ જાણે છે. તે એક મોટા ક્રાઉડ પુલર છે. 90ના દશકના તેમની ફિલ્મો સુપરહિટ રહેતી હતી. પોતાની ફિલ્મોમાં કરપ્શન, શોષણ અને અન્યાય વિરુદ્ધ લડાયક પાત્રો ભજવતા મિથુન ચક્રવર્તી હવે વાસ્તવિક જીવનમાં સક્રિય રાજકારણમાં આવી રહ્યા છે. જોકે, મમતા બેનર્જી તેમને પહેલા જ રાજ્યસભાના સાંસદ બનાવી ચુક્યા છે. પરંતુ, હવે તેઓ ભાજપના મંચ પર આવશે.

મિથુન

ભાજપ પ્રભારીએ કરી મિથુન દા સાથે મુલાકાત

તેની અટકળો પહેલેથી લગાવાઈ રહી હતી, પરંતુ, ગત રાત્રે કૈલાશ વિજયવર્ગીયે તેમની સાથે મુલાકાત કરી તો અટકળો પણ ઘણાખરા અંશે અંત આવી ગયો હતો. વિજયવર્ગીયએ ટ્વીટ કારીની કહ્યું હતું કે, “મોડી રાત્રે કોલકાતાના બેલગાચિયા માં સિનેમા જગતના જાણીતા અભિનેતા મિથુન દા સાથે લાંબી ચર્ચા થઇ. તેમની રાષ્ટ્રભક્તિ અને ગરીબો માટે પ્રેમીની વાતો સાંભળીને મન ગદગદ થઇ ગયું.”

વિજયવર્ગીયની મિથુન દા સાથેની આ મુલાકાતથી રાજકીય તસ્વીર સ્પષ્ટ થવા લાગી છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી મંચ પર પહોંચે તે પહેલા મિથુન દા ટૂંકું ભાષણ અપાશે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૂંટણીઆ તેઓ ભાજપ માટે બંગાળી લોકો સમક્ષ વોટ પણ માંગશે. પરંતુ, ચૂંટણી લડશે કે નહીં તેના પર હજુ પણ સસ્પેન્સ ચાલી રહ્યું છે.

દાદા પર હજુ પણ સસ્પેન્સ

ચર્ચાઓમાં એક મહત્વનું નામ છે અને તે છે બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીનું. અટકળો લગાવવામાં આવી રહી છે કે પીએમ મોદી સાથે સૌરવ ગાંગુલી પણ મંચ પર હાજર રહી શકે છે. જોકે, હજુ સુધી સૌરવ ગાંગુલીએ પોતાની રાજકીય કારકિર્દીને કોઈ નિવેદન આપ્યું નથી. તેમના નજીકના લોકોનું પણ માનવું છે કે હાલ તેમનો રાજકીય કેરિયર શરૂ કરવાનો કોઈ વિચાર નથી. બંગાળ ભાજપના નેતા પણ સૌરવ ગાંગુલીને લઈને કઈ પણ સ્પષ્ટ નથી કહેતા જોવા મળી રહ્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33