Last Updated on February 25, 2021 by
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર ધરાશાયી થતાં ત્યાં મોદી કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી હતી. ગૃહમંત્રાલય તરફથી જાહેર કરાયેલી નોટિફિકેશમાં કહેવાયુ છે કે, વિધાનસભા નિલંબિત રહેશે. જણાવી ધદઈએ કે, બુધવારે જ કેન્દ્રીય કેબિનેટ પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. ત્યારે હવે આ નિર્ણય પર રાષ્ટ્રપતિએ મોહર લગાવી છે.
Ministry of Home Affairs notifies President's Rule in Puducherry, issues gazette notification pic.twitter.com/dQKiGSo6Lr
— ANI (@ANI) February 25, 2021
પુડુચેરીમાં સરકાર રચવાના બદલે રાષ્ટ્રપતિ શાસનનો રસ્તો પસંદ કરીને ભાજપે આશ્ચર્ય સર્જ્યું છે. નારાયણસ્વામીએ સોમવારે બહુમતી ગુમાવતાં રાજીનામું આપવું પડયું પછી પુડુચેરી ભાજપ પ્રમુખ વી. સામીનાથને જાહેરાત કરી હતી કે, એનડીએ પોતાની સરકાર રચશે. બે દિવસમાં જ ભાજપનો વિચાર બદલાઈ ગયો અને લેફ્ટનન્ટ ગવર્નર તમિલિસાઈએ બુધવારે રાષ્ટ્રપતિશાસનની ભલામણ રાષ્ટ્રપતિને મોકલીને આ રાજકીય ડ્રામા પર પડદો પાડી દીધો.
રાષ્ટ્રપતિશાસનની ભલામણ રાષ્ટ્રપતિને મોકલીને આ રાજકીય ડ્રામા પર પડદો પાડી દીધો
સૂત્રોના મતે, ભાજપ ટૂંકા ગાળા માટે પણ પુડુચેરીમાં સરકાર રચવા માટે આતુર હતો પણ મુખ્યમંત્રીપદના મામલે ડખો થતાં ભાજપે વિચાર માંડી વાળ્યો. ભાજપ પોતાના કોઈ નેતાને મુખ્યમંત્રીપદે બેસાડવા માગતો હતો. એઆઈએડીએમકે અને એનડીઆર કોંગ્રેસ જેવા ભાજપના સાથીઓને તેની સામે વાંધો નહોતો પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા નેતા તૈયાર નહોતા.
રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા નેતા તૈયાર નહો
તેમની દલીલ હતી કે, નારાયણસ્વામીની સરકાર પોતાના કારણે ગબડી છે તો કોંગ્રેસના બળવાખોરોમાંથી કોઈને મુખ્યમંત્રીપદ મળવું જોઈએ. ગજગ્રાહ વધે તો ચૂંટણીમાં અસર વર્તાય એટલે છેવટે ભાજપે સરકાર રચવાના બદલે પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટે તમામ નેતાને મનાવી લીધા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31