Last Updated on March 4, 2021 by
કેરળ વિધાન સભા ચૂંટણી માટે મોટો દાવ ખેલતા બિજેપીએ ગુરૂવારે મેટ્રો મેનનાં નામથી ઓળખાતા ઇ શ્રીધરનને પાર્ટી તરફથી મુખ્ય પ્રધાનનાં ઉમેદવાર બનાવ્યા છે, 88 વર્ષીય શ્રીધરને ગત સપ્તાહે જ બીજેપીમાં જોડાયા હતાં.
હાલમાં જ જોડાયા છે ભાજપમાં
કેરળમાં બિજેપીનાં પ્રમુખ કે સુરેન્દ્રન કે જે સમગ્ર રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે, તેમણે વિજય યાત્રા દરમિયાન આ માહિતી આપી હતી, તેમણે કહ્યું પાર્ટી ટુંક સમયમાં જ અન્ય ઉમેદવારોની યાદી જાહેર કરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે ઇ શ્રીધરન 25 ફેબ્રુઆરીનાં દિવસે ઔપચારિક રીતે બિજેપીમાં જોડાયા હતા, તેમણે કેરળનાં મલપ્પુરમમાં બિજેપીનાં એક કાર્યક્રમમાં પાર્ટીમાં જોડાયા હતાં. તેમણે કહ્યું કે જો બીજેપી ઇચ્છે તો તે વિધાનસભા ચૂંટણી લડશે અને જો પાર્ટી કહે તો તે મુખ્ય પ્રધાન પદનાં ઉમેદવાર થવા માટે પણ તૈયાર છે.
'Metro Man' E Sreedharan (in file photo) will be BJP's Chief Minister candidate in the upcoming #KeralaAssemblyElections2021: State BJP chief K Surendran pic.twitter.com/EgQVQ5RSQi
— ANI (@ANI) March 4, 2021
મેટ્રો મેન તરીકે ઓળખાતા અને મોટા મોટા પ્રોજેક્ટ પર કુશળતા મેળવનારા 88 વર્ષિય ટેક્નોક્રેટે એવું કહ્યુ હતું કે, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય કેરલમાં ભાજપની સત્તા લાવવામાં મદદ કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીમાં શ્રીધરનની એન્ટ્રીને લઈને કેરલમાં પાર્ટી તેમને એક મુખ્ય પ્રોત્સાહન તરીકે જોઈ રહી છે.
રાજ્યપાલના પદમાં કોઈ રસ નથી
ભાજપમાં શામેલ થતાં પહેલા શ્રીધરને સ્પષ્ટતા કરી હતી, કે તેમને રાજ્યપાલનું પદ સંભાળવામાં કોઈ રસ નથી. તેમણે કહ્યુ હતું કે, આ સમગ્ર પણે સંવૈધાનિક પદ છે અને કોઈ તાકાત નથી. ત્યારે આવા પદ પર રહીને રાજ્યમાં કોઈ વિકાસના કામ કરી શકાય નહીં.મારો મુખ્ય ઉદ્દેશ્ય ભાજપને સત્તામાં લાવવાનો છે. જો ભાજપ કેરલમાં સત્તામાં આવશે તો, ત્રણ-ચાર એવા ક્ષેત્ર હશે, જેના પર અમે ધ્યાન કેન્દ્રીત કરવા માગીએ છીએ. જેના લીધે મોટા પાયે આધારભૂત સંરચનામાં ઉદ્યોગોને લાવવાનો ઉદ્દેશ્ય રહેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31