GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની વિધાનસભા ગૃહમાં તબિયત લથડી, નિવાસ્થાને લઈ જવામાં આવ્યા

Last Updated on March 31, 2021 by

રાજ્યમાં ઘાતક વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, હાલ વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. સુરક્ષિત એવા ગૃહમાં પણ કોરોનાએ સેંધ મારી છે. ગૃહમાં ઘણા ધારાસભ્યો અને અધિકારીઓ પણ વાયરસના સંકજામાં આવ્યા છે. બીજી તરફ ચાલુ ગૃહમાં અચાનક મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડતા તાત્કાલિક તેમને નિવાસસ્થાને ખસેડવામાં આવ્યા છે. કૌશિક પટેલે આજના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા..અગાઉ પણ કૌશિક પટેલની ન્યુમોનિયા થતા તેમની એન્જયોગ્રાફિ કરવામાં આવી હતી.

અગાઉ પણ કૌશિક પટેલની ન્યુમોનિયા થતા તેમની એન્જયોગ્રાફિ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે આજથી બે વર્ષ પહેલા મહેસૂલ મંત્રીને ન્યૂમોનિયા થતા અમદાવાદ શહેરની સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ વધુ તેમની તબિયત લથડતા બીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમનો સ્વાસ્થ્ય સુધારા પર આવ્યું અને તેઓ સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી હતી.

મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડતા તાત્કાલિક તેમને નિવાસસ્થાને ખસેડવામાં આવ્યા

વિધાનસભા બજેટ સત્ર હવે અંતિમ તબક્કામાં છે.તા.1લી એપ્રિલે વિધાનસભાનું કામકામ પૂર્ણ થઇ જશે.તા.31મી માર્ચે લવ જેહાદનુ બિલ વિધાનસભામાં પસાર થઇ શકે છે. દરમિયાન, ધારાસભ્ય પૂંજા વંશ, નૈાશાદ સોલંકી, બાબુ જમના, ભરતજી ઠાકોર, ભીખાભાઇ બારૈયા, વિજય પટેલ,  મોહન ઢોડિયા સહિતના ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યાં છે. 

1. ઇશ્વરસિહ પટેલ, (મંત્રી)
2. બાબુભાઈ પટેલ
3. શૈલેશ મહેતા
4. મોહનસિંહ ઢોડિયા

પોઝિટિવ આવેલા ધારાસભ્યો
5. પુંજાભાઈ વંશ
6. નૌશાદ સોલંકી
7. ભીખાભાઈ બારૈયા
8. વિજય પટેલ
9. ભરતજી ઠાકોર

પોઝિટિવ આવેલા ધારાસભ્યો

અત્યાર સુધીમાં એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમા જ પોઝિટિવ આવ્યા છે, નેતાઓમાં પણ ફફડાટ ફેલાયો છે. રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલને વિધાનસભા ગૃહમાં તબિયત બગડતા તાત્કાલિક નિવાસસ્થાન ખાતે લઈ જવામાં આવ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33