Last Updated on March 6, 2021 by
ગુજરાત મેડિકલ સર્વિસિ કોર્પોરેશન લિમિટેડ 31મી માર્ચ 2021ના પૂરા થતાં ગત વર્ષના ટેન્ડરની કિંમત પ્રમાણે કરોડો ટેબ્લેટ ખરીદવાની બાકી હોવા છતાંય તે જ ટેબ્લેટ 40થી 70 ટકા ઊંચા ભાવથી ખરીદી રહ્યું છે. આ પ્રકારની એક નહિ સંખ્યાબંધ દવાની ખરીદી કરીને કરદાતાઓના પૈસાનો ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ વેડફાટ કરી રહ્યું છે.
31મી માર્ચે સરકારના ટેન્ડરની મુદત પૂરી થાય તે પૂર્વે જ નવા ટેન્ડર પ્રમાણે ખરીદી કરવાની ચાલુ કરી દેવાઈ
આ અંગે ત્રીજી માર્ચ 2021ના દિને એક ફરિયાદ પણ કરવામાં આવી છે. જીએમએસસીએલના મેનેજિંગ ડિરેક્ટર પ્રભસ જોષીને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, મજ્જાતંતુની બીમારી માટેની કાર્બામેઝેપાઈન (200 એમ.જી.)ની 1.32 કરોડ ટેબ્લેટ ખરીદવા માટે ગયા વરસે રૂા. 723.89 (1000 ટેબ્લેટ)નો ભાવ નક્કી કર્યો હતો.
આ રેટ કોન્ટ્રાક્ટ હેઠળ 1.32 કરોડ ટેબ્લેટ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કંપનીએ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021 સુધીમાં 1.32 કરોડ ટેબ્લેટમાંથી માત્ર 40 લાખ ટેબ્લેટનો જ સપ્લાય આપ્યો છે. હજીય તેમાંથી 92 લાખ ટેબ્લેટ ખરીદવાનો વિકલ્પ મોજૂદ છે. તેમ છતાંય સરકારે રૂા. 1215 (1000 ટેબ્લેટ)ના નવા ભાવથી કાર્બામેઝાપાઈનની ખરીદી કરવાનો ઓર્ડર આપવા માંડયો છે. આમ 1000 ટેબ્લેટ પર રૂા. 491.11 વધુ ચૂકવવામાં આવી રહ્યા છે, જે જૂના ટેન્ડર પ્રમાણેના ભાવથી નવા ટેન્ડર પ્રમાણેનો ભાવ 70 ટકા ઊંચો છે.
નાણાં મંત્રાલય પાસેથી આગોતરી મંજૂરી લેવી જરૂરી
સરકારી ઠરાવ મુજબ જો દવાના સપ્લાયના જૂના ભાવમાં 15 ટકાથી વધુનો વધારો કરીને કોઈપણ દવાની ખરીદી કરવામાં આવે તો તે માટે નાણાં મંત્રાલય પાસેથી આગોતરી મંજૂરી લેવી જરૂરી છે. બીજું, જૂના ટેન્ડરના રેટ કોન્ટ્રાક્ટથી સપ્લાય આપનારે હજી 92 લાખ ટેબ્લેટનો સપ્લાય આપવાનો બાકી હોવા છતાંય નવા રેટથી ખરીદી કરવામાં આવી રહી છે તે ન સમજાય તેવી બાબત છે.
આ રીતે સરકારની ફંડનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જ કારણોસર તેમની સામે કટકી લેવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. કોરોનાના દરદીઓને આપવામાં આવતી એસ્કોર્બિક એસિડ (500 એમ.જી.)ની 1000 ટેબ્લેટ રૂા. 757.35ના ભાવે ખરીદવાનો ગયા વરસે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો. આ ભાવથી 6.44 કરોડ ટેબ્લેટ ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. 6.44 કરોડમાંથી અત્યારે 4.99 કરોડ ટેબ્લેટની ખરીદી થઈ છે. હજી 1.45 કરોડ ટેબ્લેટનો સપ્લાય બાકી છે ત્યારે જ 1000 ટેબ્લેટના રૂા.892ના ભાવથી નવી 9.94 કરોડ ટેબ્લેટ ખરીદવાનો ઓર્ડર મૂકી દીધો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ કિસ્સામાં તેઓ રૂા. 1000 ટેબ્લેટે રૂા.134.65 વધુ ચૂકવી રહ્યા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31