Last Updated on March 20, 2021 by
કેન્દ્ર સરકારે 80 જરૂરી દવાઓને લઈને હાલમાં એક મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં જોઈએ તો, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ 80થી વધારે દવાઓને પ્રાઈસ રેગ્યુલેશન અંતર્ગત લાવી દીધી છે. એટલા માટે માનવામાં આવી રહ્યુ છે કે, આ દવાની કિંમતમાં ઘટાડો થશે. એનપીપીએએ 81 દવાઓની કિંમત નક્કી કરી છે. જેમીં ઓફ-પેટેંટ એન્ટી ડાયાબિટીક ડ્રગ્સ પણ શામેલ છે. આ દવાઓમાં ડાયાબિટીશ, ઈંફેક્શન અને થાયરોઈડ જેવી બિમારીઓમાં ઉપયોગમાં લેવાતી દવાઓના નામ શામેલ છે.
આપને જણાવી દઈએ કે, પેંટેટ બ્રાન્ડેડ દવાઓની કિંમત કંપનીઓ ખુદ નક્કી કરતી હોય છે, તો વળી જેનેરિક દવાઓની કિંમતને નક્કી કરવામાં સરકારનો હસ્તક્ષેપ હોય છે. જેનેરિક દવાઓની મનમાની કિંમત નિર્ધારિત નથી કરાતી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર ડોક્ટર્સ જો દર્દીઓને જેનેરિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરે તો, વિકસિત દેશોમાં સ્વાસ્થ્ય ખર્ચ 70 ટકા અને વિકાસશીલ દેશોમાં એનાથી પણ વધારે ઓછી થઈ જાય છે.
શું છે સરકારનો નિર્ણય
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ અથોરિટીએ દર્દીઓને પેટેંટ સમાપ્ત થવાનો લાભ આપતા પેટેંટ વગરની ડાયાબિટીસ સહિતની 81 દવાઓની કિંમત નક્કી કરી છે.
હવે આ દવાઓ કેવી રીતે થશે સસ્તી
આપને જણાવી દઈએ કે, જ્યારે કોઈ કંપની બિમારીઓની સારવાર માટે રિસર્ચ બાદ એક સોલ્ટ તૈયાર કરતી હોય છે, જે દવાને રૂપ આપે છે. આ સોલ્ટને દરેક દવા કંપની અલગ અલગ નામોથી વેચતી હોય છે.
કોઈ તેને મોંઘા ભાવે વેચતા હોય છે, તો વળી કોઈ સસ્તાભાવે. પણ સોલ્ટનું જેનેરિક નામ સોલ્ટ કંપોઝિશન અને બિમારીને ધ્યાનમાં રાખતા એક વિશેષ સમિતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. કોઈ પણ સોલ્ટનું જેનેરિક નામ સમગ્ર દુનિયામાં એક જ હોય છે.
આપને ડોક્ટર્સ જે દવા લખીને આફે છે, તે સોલ્ટની જેનેરિક દવા આપને ખૂબ જ સસ્તી મળી શકે છે. મોંઘી દવા અને તેના સોલ્ટની જેનેરિક દવાની કિંમત ઓછામાં ઓછા પાંચથી દશ ગણા અંતર હોય છે.કેટલીય વાર તો જેનેરિક દવાઓ અને બ્રાંડેડ દવાઓની કિંમતમાં 80-90 ટકા ઓછી હોય છે.
અહીં જુઓ આ રહ્યુ લિસ્ટ
એનપીપીએએ દાવો કરતા વોકહાર્ટની ‘ઈંસુલિન હ્યુમન ઈંફેક્શન, 200 આઈયુ/એમએલ’ અને 70 ટકા ‘આઈસોફેન ઈંસુલિન હ્યુમન સસ્પેંશન + 30 ટકા ઈંસુલિન હ્યુમન ઈંજેક્શન 200 આઈયુ/એમએલ’ છૂટક કિંમત 106.65 રૂપિયા પ્રતિ એમએલ (જીએસટી બાદ કરતા) નક્કી કરવામાં આવી છે.
દવા કંપની ટોરંટ ફાર્માસ્યુટિકલ લિમિટેડની- પ્રાસુગ્રેલ હાઈડ્રોક્લોરાઈડ 10 એમજી (ફિલ્મ કોટેડ)+ એસ્પિરિન 75 એમજી (એંટ્રિક કોટેક) કેપ્સુલ’ ની કિંમત 20.16 રૂપિયા પ્રતિ કેપ્સુલ (જીએસટી બાદ કરતા) નક્કી કરવામાં આવી છે. આ નવી કિંમત 17.03.2021 થી લાગૂ થઈ ગઈ છે. પહેલા આ બંને દવા 132.50 રૂપિયા પ્રતિ એમએલ અને 27.26 રૂપિયા પ્રતિ કેપ્સુલ એમઆરપી પર વેચાઈ રહી હતી.
એનપીપીએની 10 માર્ચ 2021ના રોજ થયેલી બેઠકમાં પેટંટ રહિત ડાયાબિટીશ વિરોધી દવા સહિત હાલના નિર્માતા દ્વારા લોન્ચ થનારી 76 નવી દવાઓની કિંમત પણ નક્કી કરવામાં આવી છે. જેમાં દર્દીઓને પેટેંટ સમાપ્ત થવાનો લાભ પહોંચાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
આ ઉપરાંત એનપીપીએએ એક સંક્રમણ વિરોધી ફાર્મુય્યુલેશન પોવિડોન આયોડિન 7.5 ટકા સ્ક્રબ અને થાયરોઈડથી સંબંધિત બિમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી લેવો થાયરોક્સિન 37.5 એમજી ટેબલેટ નામની બે ફોર્મ્યુલેશનની કિંમત નક્કી કરી નાખી છે. જેની હાલની કિમતમાં ખૂબ ઘટાડો આવ્યો છે.
ભારતમાં સંશોધન પર વધારે ભાર
એનપીપીએએ સ્વદેશી સ્તર પર રિસર્ચ એન્ડ ડેવલપમેંટ દ્વારા વિકસીત નવી દવાઓની વેચાણ વ્યવસ્થાના ક્રમમાં ઓષધ મૂલ્ય નિયંત્રણ આદેશ , 2013ના 32 અંતર્ગત સંબંધિત કંપનીઓને ઉપરોક્ત ઉલ્લેખિત ફોર્મ્યુલેશન માટે પાંચ વર્ષના સમયમાં કિંમત નક્કી કરવાની છૂટ આપવામાં આવી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31