GSTV
Gujarat Government Advertisement

Big News : મહત્વનો નિર્ણય, મેડિકલ કૉલેજોના થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ

Last Updated on March 18, 2021 by

રાજ્યની મેડિકલ કૉલેજોના થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરીમાં જોડાશે. સીએમ અને ડે. સીએમની અધ્યક્ષતામાં આરોગ્ય તંત્રના અધિકારીઓ, મેડિકલ કોલેજોના ડીન સાથે ઓનલાઇન પરામર્શ કરશે.

થિયરીની પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે

વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ડૉક્ટર્સ તેમજ સિનિયર સ્ટુડન્ટ્સને મ્યુનિસિપલ કમિશનર-જિલ્લા કલેક્ટર સમક્ષ તાત્કાલિક હાજર થવા આદેશ કરાયો છે. એમબીબીએસ ઉપરાંત નર્સિંગ, ડેન્ટલ, ફિઝિયોથેરપી, આયુષના સિનિયર સ્ટુડન્ટ્સને કોવિડ ડ્યુટીમાં જોડવામાં આવશે. જેમની થિયરીની પરીક્ષા હાલ ચાલી રહી છે, તે થિયરીની પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ મોકૂફ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસો વધતા એક બાદ એક મહાનગરોમાં મહત્વના નિર્ણયો લેવાઇ રહ્યાં છે. ત્યારે તાજેતરમાં જ આજે કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને કારણે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. ઉપરાંત શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ગુજરાતની 8 મહાનગરપાલિકાઓમાં આવતી તમામ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ બંધ રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને ભાવનગર મનપાની શાળા-કોલેજો સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું યથાવત રહેશે. બીજી તરફ 8 મહાનગરપાલિકા સિવાયના વિસ્તારો માટે આ નિર્ણય સ્વૈચ્છિક રહેશે. મતલબ કે જો શાળા સંચાલકો અને વાલીઓ ઇચ્છે તો બાળકો ઓફલાઇન શિક્ષણ માટે શાળાએ જઇ શકશે. બીજી તરફ તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ મહત્વનો નિર્ણય

આ સિવાય રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે 20 માર્ચથી શરૂ થનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. જો કે, આવતી કાલની પરીક્ષા યથાવત રહેશે. પરંતુ 20 માર્ચથી 10 એપ્રિલ સુધીની તમામ પરીક્ષાઓ મોકૂફ રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજય દેશાણી દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

સુરતમાં પણ આવતી કાલથી શરૂ થનારી યુનિવર્સિટીની પરિક્ષા પણ મોકૂફ

તો સુરતમાં પણ રાત્રિ કરફ્યુનો સમય લંબાવાની સાથે સાથે શનિવાર અને રવિવારના રોજ સુરતમાં આવેલા તમામ મોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત આવતી કાલથી શરૂ થનારી યુનિવર્સિટીની પરિક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાનો નવો કાર્યક્રમ વેબસાઈટ પર મુકવામાં આવશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33