GSTV
Gujarat Government Advertisement

માસ્ક ન પહેરતા અને ભીડભાડ કરનારા સામે પોલીસ કડક બનશે, આકરો દંડ પણ વસૂલશે

માસ્ક

Last Updated on April 4, 2021 by

કોરોના વકરતાં હવે ફરી વખત કડક દંડ વસૂલાત કરવા માટે પોલીસને સક્રિય બનવા માટે આદેશ કરવામાં આવ્યાં છે. ખાસ કરીને માસ્ક નહીં પહેરતાં લોકો ઉપરાંત શાકમાર્કેટ ઉપરાંત ભીડભાડ થતી હોય તેવા બજાર વિસ્તારોમાં કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરવા ડીજીપીએ આદેશ કર્યાં છે. કેન્દ્ર સરકારની તાકીદ પછી ડીજીપી આશિષ ભાટિયાએ વિડિયો કોન્ફરન્સ યોજી માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના પાલન માટે કડક કાર્યવાહીની તાકીદ કરી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યૂની કડક અમલવારી કરાશે. કોરોનાનો રોગચાળો વકરી રહ્યો છે ત્યારે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

કોરોના વકરતાં હવે ફરી વખત કડક દંડ વસૂલાત કરવા માટે પોલીસ સક્રિય

કોરોના સંક્રમણની બીજી લહેર દેશમાં વધુ ઘાતક બની

કોરોના સંક્રમણની બીજી લહેર દેશમાં વધી રહી છે ત્યારે લોકોને સંક્રમણથી બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિડિયો કોન્ફરન્સથી તમામ રાજ્યના ઉચ્ચ અિધકારી સાથે મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં ડીજીપીએ રાજ્યના તમામ પોલીસ અિધકારીઓની વિડિયો કોન્ફરન્સ યોજી કોરોના એક્શન પ્લાનના ચૂસ્ત અમલની સૂચના આપી છે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યૂનું ચૂસ્ત અમલ

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યૂનું ચૂસ્ત અમલ થાય, શાકમાર્કેટ, લારીગલ્લા જેવા હોટ સ્પોટ પર પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવી સોશિયલ ડીસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલનકરાવવા તાકીદ કરાઈ છે. જો નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો સૃથાનિક સત્તાિધશો સાથે સંકલનમાં રહી સીલ કરાવવા સુધીના પગલાં ભરવા સૂચના અપાઈ છે.

હાલમાં બીજા રાજ્યમાંથી આવતાં વ્યક્તિઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત છે. તમામ શહેર, જિલ્લામાં નાગરિકોને સોશિયલ ડીસ્ટન્સ, માસ્કની જાણકારી આપી જાગૃતતા ફેલાવવા અને વેપારીઓ, એસોસિએશનો થકી સરકારની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં સહયોગ આપવા પોલીસે અપીલ કરી છે. લગ્ન, આૃથવા જેવા સામાજીક પ્રસંગોએ નિયમપાલન ઉપરાંત હોસ્પિટલોમાં આગની ઘટના ન બને તે માટે નિયમીત મોકડ્રીલ યોજવા સૂચના અપાઈ છે. આવનારાં દિવસોમાં પોલીસના તમામ એકમને કોરોના સંદર્ભે કડક કાર્યવાહી કરવા ડીજીપીએ સૂચના આપી છે.

માસ્ક ન પહેરનારા પાસે 161 કરોડનો દંડ વસૂલાયો છે

ગુજરાત રાજ્યમાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી અત્યાર સુધીમાં 1.61 કરોડ અને 66 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે. છેલ્લા એક જ અઠવાડિયામાં રાજ્યમાં 2.65 કરોડ રૂપિયા દંડપેટે વસૂલાયા છે.

અઠવાડિયામાં માસ્ક ન પહેરનાર 26677 વ્યક્તિ સહિત કુલ 28.24 લાખ વ્યક્તિઓ દંડાઈ ચૂકી છે. જ્યારે, જાહેરનામા ભંગ બદલ અઠવાડિયામાં 1498 કેસ સાથે અત્યાર સુધીમાં 1.91 પોલીસ કેસ કરાયાં છે. તો, અઠવાડિયામાં 3076 મળી અત્યાર સુધીમાં કુલ 5.69 લાખ વાહનો જપ્ત કરાયાં છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33