Last Updated on February 27, 2021 by
લગ્ન કે સામાજિક કાર્યક્રમોમાં વધુમાં વધુ ૫૦ લોકોને જ પરવાનગી મળશે. નવી મુંબઈ મહાનગરપાલિકાએ (એનએમએમસી) ગુરુવારે પરિપત્ર રજૂ કર્યું હતું. જેમાં આવા કાર્યક્રમો માટે કડક સૂચનાઓ આપી છે. આ કાર્યક્રમોમાં વધારાનો કોઈ પ્રસંગ યોજવામાં આવશે, ૫૦થી એક પણ વધુ મહેમાન હશે તો હોલના માલિક પાસેથી ૫૦,૦૦૦ રૃપિયા દંડ લેવામાં આવશે.
હોલના માલિક પાસેથી ૫૦,૦૦૦ રૃપિયા દંડ લેવામાં આવશે
આ પાલિકા દ્વારા બહાર પાડેલા નવા પરિપત્ર મુજબ બેન્કવેટ હોલના માલિકો, હોટલ, લોન્જના માલિકોએ ખાતરી કરવાની રહેશે કે આવા કાર્યક્રમોમાં ૫૦ લોકોની ઉપસ્થિતિ જ હોય. તેમજ સામાજિક અંતર રાખવાનું અને દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું અનિવાર્ય છે.પાલિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘નિયમોનો ભંગ થશે તો હોલના માલિક અથવા આયોજકો સામે કાર્યવાહી થશે.’
‘નિયમોનો ભંગ થશે તો હોલના માલિક અથવા આયોજકો સામે કાર્યવાહી થશે
પહેલાંના આદેશ મુજબ પ્રવેશદ્વાર પાસે થર્મલ સ્ક્રિનિંગ ફરજિયાત છે. તેમજ દરેક મહેમાનો સેનિટાઈઝર, માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે અને સામાજિક અંતર જાળવવાનું રહેશે. એનએમએમસીના અધિકાર ક્ષેત્રમાં પહેલી ફેબ્રુઆરીએ કોરોનાના ૭૯૭ કેસ હતા, જ્યારે ૨૭મી ફેબ્રુરઆરીએ ૧૦૧૯ કેસ હતા.
મહારાષ્ટ્રમાં કોરોનાના રોગચાળાએ ફરી માથું ઊંચકતા રાજ્ય સરકારે તેને નાથવા આવશ્યક પગલાં હાથ ધર્યા છે. હવે વધુ આકરા પગલાં લેવાની પણ તૈયારી કરી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો ફેલાવો વાયુવેગે થતો હોવાથી જિલ્લાધિકારી તથા સ્થાનિક પ્રશાસનોને આવશ્યક કાર્યવાહી કરવાની રાજ્ય સરકારે છૂટ સુદ્ધાં આપી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના રોગચાળાએ ફરી માથું ઊંચકતા રાજ્ય સરકારે તેને નાથવા આવશ્યક પગલાં હાથ ધર્યા
રાજ્યમાં આજે દિવસભરમાં કોરોનાના ૪૮ દરદીના મોત થયા હતા અને નવા ૮૩૩૩ કેસ નોંધાયા છે. આથી અત્યાર સુધી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૨૧,૩૮,૧૫૪ થઈ છે અને મરણાંની સંખ્યા વધીને ૫૨,૦૪૧ થઈ છે. જ્યારે આજે ૪૯૩૬ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. અને રાજ્યમાં કોરોનાના ૬૭૬૦૮ એક્ટિવ કેસ હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં આજ દિન સુધી કોરોનાના ૨૦,૧૭,૩૦૮ દરદી કોરોનાથી મુક્ત થયા હતા. અને રિકવરીનું પ્રમાણ ૯૪.૩૫ ટકા થયું છે. રાજ્યમાં અત્યાર સુધી ૧,૬૧,૧૨,૫૧૯ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે. હાલમાં ૩,૧૮,૭૦૭ દરદી હોમ ક્વોરન્ટીન છે અને ૨,૬૮૮ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટી કરાયા છે એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મુંબઈમાં કોરોનાના નવા ૧૦૩૪ કેસ નોંધાયા હતા અને ત્રણ દરદીના મોત થયા હતા. આમ અત્યાર સુધી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૩૨૩૮૭૭ થઈ છે અને મરણાંક વધીને ૧૧૪૬૧ થઈ છે. જ્યારે આજે ૭૧૨ દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. આથી આજ સુધી ૩૦૨૨૩૨ દરદી કોરોનાથી મુક્ત થયા હતા અને મુંબઈમાં કોરોનાના ૯૩૧૫ એક્ટિવ કેસ નોંધાયા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31