Last Updated on March 8, 2021 by
મરાઠા આરક્ષણના મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ થઈ ગઈ છે. પાંચ જજની બેચ આ મામલે 18 માર્ચ સુધી સાંભળશે. સર્વોચ્ચ અદાલતે સોમવારે સુનાવણી દરમિયાન કહ્યું કે આરક્ષણ મામલે દરેક રાજ્યોને સાંભળવા જરૂરી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે તમામ રાજ્ય સરકારોને નોટિસ જારી કરીને પૂછ્યું છે કે શું અનામત- આરક્ષણની મર્યાદા 50 ટકાથી વધારી શકાય છે? આ સાથે જ સુનવણી હવે 15 માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે.
અનામત મામલે કેટલાય રાજ્યો દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો
સોમવારે સુનાવણી દરમિયાન વકિલ ગોપાલ શંકરનાયારણ દ્વારા જણાવાયું કે અનામત મામલે કેટલાય રાજ્યો દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જે અલગ અલગ વિષયોના છે. અનામત સાથે જોડાયેલા અલગ અલગ કેસ છે જે આ મામલા સાથે જોડાયેલા છે. સુપ્રિમમાં જણાવાયું કે, 122મી એમેંડમેન્ટ, આર્થિક આધાર ઉપર 10 ટકા અનામત, જાતિઓમાં ક્લિસિફિકેશન જેવા મામલાઓ પણ ઉઠાવવામાં આવ્યા છે.
તમામ રાજ્યોને સાંભળવા જોઈએ
સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકિલ મુકુલ રોહિતગીએ કહ્યું કે આ મામલે આર્ટિકલ 342A ની વ્યાખ્યા પણ શામેલ છે. જે તમામ રાજ્યોને પ્રભાવિત કરશે. એટલા માટે એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તમામ રાજ્યોને સાંભળવા જોઈએ, તમામ રાજ્યોને સાંભળ્યા વિના આ બાબતમાં નિર્ણય ન લઈ શકાય.
કોર્ટે ફક્ત કેન્દ્ર અને મહારાષ્ટ્રની સુનાવણી ન કરવી જોઈએ
વરિષ્ઠ વકિલ કપિલ સિબ્બલે કહ્યું કે આ મામલે તમામ રાજ્યોને સંવૈધાનિક સવાલ કરવામાં આવ્યો છે. કોર્ટે ફક્ત કેન્દ્ર અને મહારાષ્ટ્રની સુનાવણી ન કરવી જોઈએ, તમામ રાજ્યોને નોટિસ આપી આ બાબતે જવાબ માગવો જોઈએ.
મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણને લઈને સુપ્રિમમાં ચાલે છે સુનાવણી
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આપવા માટેની વાત લાંબા સમયથી ચાલી રહી છે. વર્ષ 2018માં રાજ્ય સરકાર શિક્ષણ- નોકરીમાં 16 ટકા અનામત આપવા માટે કાયદો બનાવી દીધો હતો. જો કે હાઈકોર્ટે પોતાના એક આદેશમાં તેની મર્યાદા ઓછી કરી દીધી હતી. પરંતુ જ્યારે મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો. તો સર્વોચ્ચ અદાલતે આના પર સ્ટે લગાવી દીધો. સુપ્રિમ કોર્ટે આ મામલામાં મોટી બેંન્ચને સોંપ્યો અને વિધિવત રીતે તેની સુનાવણી કરવાની વાત કરી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31