Last Updated on March 29, 2021 by
સામાન્ય રીતે દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતુ હોય છે પરંતુ ધૂળેટીના પર્વ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું જોવા મળ્યું અને ત્યાં પ્રવાસીઓએ ધૂળેટીના તહેવારની ઉજવણી ત્યાં પહોંચીને કરી હતી. ધૂળેટીના તહેવાર પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલી હોટલ ટેન્ટ સીટી બુક થઈ ગયા છે. એટલે કે ધૂળેટીની ઉજવણી કરવા માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા.
આજે SOU ઓથોરિટીએ સ્ટેચ્યુ પ્રવાસન સ્થળો ખુલ્લાં રાખવાનો નિર્ણય કર્યો
હાલ મેગાસીટીઓમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ રહેતાં આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. પ્રવાસીઓ માટે ધૂળેટીના દિવસે SOU ખુલ્લું રાખવામાં આવ્યું છે આમ તો સોમવાર હોય તો મેન્ટેન્સ માટે SOU સહિતના પ્રોજેક્ટો બંધ હોય પરંતુ આજે SOU ઓથોરિટીએ સ્ટેચ્યુ પ્રવાસન સ્થળો ખુલ્લાં રાખવાનો નિર્ણય કર્યો છે અને 25 હજારથી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે SOU ખાતે નોંધાશે તેવી ધારણા છે.
કેવડિયામાં આવેલી હોટેલ ટેન્ટ સીટી સહિત બધું બુક
કેવડિયામાં આવેલી હોટેલ ટેન્ટ સીટી સહિત બધું બુક થઈ ચૂક્યું છે. વાત કરતા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે અમારા જિલ્લામાં સરકાર દ્વારા ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે માટે અમે SOU પર હોળી અને ધૂળેટી મનાવીશું અને પ્રવાસીઓ પણ આ નિર્ણયને આવકારી રહ્યાં છે ત્યારે બીજી બાજુ આવતી કાલે SOU મેન્ટેનન્સની કામગીરી અર્થે બંધ રહેશે. એટલે કે હોળીના રંગોથી રંગાઈને નહીં પણ અહીં હરી ફરીને ઉજવણી કરવાનો પ્રવાસીઓએ નિર્ણય લીધો હતો. આમ પણ ધૂળેટી ઉજવવા પર પ્રતિબંધથી મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પહોંચ્યા હતા. સરકાર મંદિરોમાં લોકોને ભેગા કરવા માટે મનાઈ ફરમાવી રહી છે પણ અહીં લોકોને ભેગા થવાની પરમીશન હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે હોળી-ધૂળેટીના પર્વને લઇને સમગ્ર રાજ્યમાં તેની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલે કે મહાનગરોમાં તો જાહેરમાં ઉજવણી નહીં કરવાના જાહેરનામાં પણ બહાર પાડી દેવાયા છે. સુરત, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં જો કોઇ જાહેરમાં ધૂળેટી રમતા દેખાશે તો તેઓની વિરૂદ્ધ એક્શન લેવામાં આવશે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોતા લાગે છે કે કદાચ તંત્ર અહીં કોવિડ ગાઇડલાઇનને ભૂલી ગયા લાગે છે. આખરે કેમ રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણ સમયે જ ધૂળેટીના દિવસે પ્રવાસીઓ માટે SOU ખુલ્લું રાખવામાં આવ્યું.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31