Last Updated on March 28, 2021 by
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે એટલે કે 28 માર્ચ, 2021ની સવારે 11 કલાકે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશવાસીઓને સંબોધિત કરશે. ‘મન કી બાત’નું આજે 75મું સંસ્કરણ હશે. મતલબ કે, વડાપ્રધાન મોદી 75મી વખત રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે.
વડાપ્રધાન મોદી 75મી વખત રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે
સવારે 11 કલાકે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશવાસીઓને સંબોધિત કરશે
હોળી, કોરોનાના વધી રહેલા કેસ તથા 4 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે વડાપ્રધાન મોદી ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે. જો કે, ચૂંટણી દરમિયાન ‘મન કી બાત’ કાર્યક્રમને લઈ વિપક્ષ પહેલેથી જ અનેક સવાલો ઉઠાવી ચુક્યું છે.
Tune in at 11 AM. #MannKiBaat pic.twitter.com/Dt4VGQFpz8
— PMO India (@PMOIndia) March 28, 2021
આના પહેલા 28મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ દરમિયાન વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે પાણીના મહત્વ અંગે વાત કરતા કહ્યું હતું કે, પાણી એક રીતે પારસ કરતા પણ વધારે મહત્વપૂર્ણ છે. ઉપરાંત તેમણે તમિલ ભાષાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તમિલ એક એવી સુંદર ભાષા છે જે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. મારી એક ખામી એ રહી કે, હું વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિલ શીખવા બહુ પ્રયત્ન ન કરી શક્યો, હું તમિલ ન શીખી શક્યો
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31