GSTV
Gujarat Government Advertisement

સરકારની ખોરી દાનત: આ તો કોરોના છે કે જનતા સાથે છેતરપીંડી, રાજકોટમાં મોતના આંકડામાં છે મસમોટો ગોટાળો

Last Updated on April 3, 2021 by

રાજકોટમાં કોરોનાનું ભયાવહ સ્વરૂપ સામે આવ્યું છે. રાજકોટમાં કોરોનાને કારણે અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા ફરી આંકડાઓની માયાજાળ રચી મોતના સાચા આંકડાઓ છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજકોટના સ્મશાનગૃહોમાં દરરોજ અંતિમ સંસ્કાર માટે આવતા મૃતદેહો અને સરકારે જાહેર કરેલા આંકમાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

અંતિમ સંસ્કાર માટે મૃતદેહો જોઈ રહ્યા છે રાહ

રાજકોટના રામનાથપરામાં આવેલા સ્મશાન ગૃહ કે, જ્યાં ફરી એક વખત કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે મૃતદેહો રાહ જોઇ રહ્યા છે. કોરોનાની બીજી લહેરે પણ તેનું ભયાનક સ્વરૂપ દર્શાવતા રાજકોટમાં દરરોજ અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. પરંતુ સરકારે અગાઉની જેમ જ કોરોના દર્દીઓના મોતના આંકડાઓની માયાજાળ રચી સાચા આંકડાઓ છૂપાવવાનો પ્રયાસ કર્યો છે.

આંકડાઓમાં વિરોધાભાસ

રાજકોટમાં સરકારે જાહેર કરેલા મોતના આંકડા અને સ્મશાનગૃહોમાં દરરોજ અંતિમ સંસ્કાર માટે આવતા આંકડાઓમાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 મહિનામાં કુલ 187 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. જે મુજબ જાન્યુઆરીમાં 70, ફેબ્રુઆરીમાં 31 અને માર્ચમાં 86 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. જીએસટીવીના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ પણ નજરે આવી છે. સ્મશાનમાં નિસ્વાર્થભાવે સેવા આપતા સેવાભાવીઓને હજુ સુધી વેક્સિન પણ નથી અપાઈ.

સરકારી ચોપડે અલગ વાત

તારીખ મુજબ આંકડાઓ જોઇએ તો 31 માર્ચના રોજ સરકારી ચોપડે 9નો મૃત્યુઆંક દર્શાવાયો છે. જ્યારે કે સ્મશાનગૃહોમાં કુલ 25 લોકોના અંતિમ સંસ્કાર કરાયા છે. જે અંતર્ગત રામનાથપરામાં 13, મોટા મૌવામાં 2, મવડીમાં 2 તેમજ 80 ફૂટના સ્મશાનમાં 7 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા. 1 એપ્રિલના રોજ સરકારી ચોપડે કુલ 11 લોકોના મોત થયેલા દર્શાવવામાં આવ્યા હતાં. પરંતુ સ્મશાનગૃહોમાં કુલ 24 લોકોના અંતિમ સંસ્કાર કરાયા છે. જે અંતર્ગત રામનાથપરામાં 8, મોટા મૌવામાં 6, મવડીમાં 4 તેમજ 80 ફૂટના સ્મશાનમાં 6 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા છે.

સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમસંસ્કાર માટે પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. ત્યારે સ્થિતિ કાબૂમાં હોવાના તંત્રના દાવાઓ વચ્ચે સ્મશાનગૃહોમાં હૃદયને હચમચાવી નાંખનારા આ દ્રશ્યો કંઇક અલગ જ હકીકત બયાન કરી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33