GSTV
Gujarat Government Advertisement

દીદીનેઝટકો/ મુકુલ રોય, શુભેંદુ અધિકારી બાદ વધુ એક મોટા નેતાએ છોડયું ટીએમસી, શું મમતાનો ગઢ રહેશે કે પછી લહેરાશે કેસરીયો!

Last Updated on March 7, 2021 by

પૂર્વ રેલવે મંત્રી અને મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસના પૂર્વ નેતા દિનેશ ત્રિવેદી ભાજપમાં સામેલ થઇ ગયા છે. ભાજપમાં સામેલ થતા જ ત્રિવેદીએ પક્ષના વખાણ કરવાનું શરૂ કરી દીધુ હતું.  તેમણે કહ્યું હતું કે હું ભાજપમાં પરીવાર જેવો અહેસાસ થાય છે. જોકે ત્રિવેદી જેવા ભાજપમાં ગયા તે સાથે જ ટીએમસીએ પણ તેમની ટીકા કરવાનું શરૂ કર્યું હતું. ટીએમસીએ કહ્યું હતું કે ત્રિવેદીએ ટીએમસીની પીઠ પાછળ વાર કર્યો છે. 

ભાજપમાં ગયા તે સાથે જ ટીએમસીએ પણ તેમની ટીકા કરવાનું શરૂ કર્યું

ત્રિવેદીએ પણ ટીએમસીનું નામ લીધા વગર તેના પર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હંુ જે પક્ષમાં હતો ત્યાં માત્ર એક જ પરિવારની સેવા થઇ રહી છે જ્યારે મારે તો દેશની સેવા કરવી છે માટે ભાજપમાં જોડાયો છું. જો ભાજપ માટે દેશ સર્વોપરી ન હોત તો તે આજે જે રીતે આગળ આવી રહી છે તેવી રીતે ન આવી શકી હોત. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે ત્રિવેદી માટે ભાજપ જ યોગ્ય પક્ષ હતો, તેઓ એક યોગ્ય પક્ષમાં હવે આવી ગયા છે. 

ત્રિવેદી માટે ભાજપ જ યોગ્ય પક્ષ હતો, તેઓ એક યોગ્ય પક્ષમાં હવે આવી ગયા

દિનેશ ત્રિવેદી રાજ્યસભામાં ટીએમસીના સાંસદ હતા, અને ગત મહિને જ બજેટ સત્ર દરમિયાન જ તેમણે સાંસદ પદેથી રાજીનામુ આપ્યું હતું. તેઓ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે ભાડા વધારવા બદલ તેઓએ રાજીનામુ આપવુ પડયું હતું. તેઓએ મમતા બેનરજીના દબાણને કારણે રાજીનામુ આપવુ પડયું હોવાની ચર્ચા ચાલી હતી, જે બાદથી જ દિનેશ ત્રિવેદી અને મમતા વચ્ચે તકરાર વધી ગઇ હતી. અગાઉ મમતા બેનરજીના એક સમયના કદ્દાવર સાથી નેતાઓ મુકુલ રોય, શુભેંદુ અધિકારી પણ ટીએમસી છોડી મુક્યા છે જ્યારે હવે વધુ એક ટોચના નેતાનો સમાવેશ તેમાં થયો છે. 

ભાજપે પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી

બીજી તરફ ભાજપે પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપના 57 ઉમેદવારોની યાદીમાં ટીએમસીના પૂર્વ ટોચના નેતા શુભેંદુ અિધકારીનો પણ સમાવેશ થાય છે. શુભેંદુને નંદીગ્રામથી ટિકિટ આપવામા આવી છે. જેને પગલે હવે નંદીગ્રામમાં એક સમયના સાથી નેતાઓ શુભેંદુ અને મમતા વચ્ચે ટક્કર જોવા મળશે. જેમ યાદી જાહેર થતી જાય છે તેમ વિવાદો પણ શરૂ થયા છે.

ટીએમસીએ 291 ઉમેદવારોની યાદી જાહેર કરી

ટીએમસીએ 291 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં સમાવશ ન થતા નારાજ શિબપુરના ધારાસભ્ય જતુ લહરીએ પક્ષમાંથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે દાવો કર્યો હતો કે પક્ષ પ્રત્યે વફાદાર રહ્યો હોવા છતા આ ફળ મળ્યું. જ્યારે ટીએમસીના ધારાસભ્ય સોનાલી ગુહાએ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા છે. તેમને પણ આ વખતે ટિકિટ ન મળતા તેઓ આ પગલુ ભરવા જઇ રહ્યા છે.  

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33