GSTV
Gujarat Government Advertisement

મમતાનો સૌથી મોટો દાવ/ આ 15 બિનભાજપી નેતાઓ પાસે માંગી મદદ, કહ્યું ભાજપના હુમલાઓ સામે એક થવાનો સમય

Last Updated on March 31, 2021 by

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે રાજકીય ગરમાવાની સ્થિતિ છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે દેશમાં વિપક્ષમાં રહેલા રાજકીય પક્ષના નેતાઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં મમતા બેનર્જીએ લોકશાહીને બચાવવા માટે વિપક્ષી દળોને એક થવાની અપીલ કરી છે.

નંદીગ્રામમાં ચૂંટણી પ્રચારનો અંત થયા બાદ ટીએમસી પ્રમુખે 15 જેટલા બિનભાજપી નેતાઓને વ્યક્તિગત રીતે આ પત્ર લખ્યો છે. મમતા પત્રમાં લખ્યું કે,‘લોકશાહી અને બંધારણ પર ભાજપ દ્વારા કરાતા હુમલાઓ સામે એક થવાનો સમય આવી ગયો છે. બિનભાજપ શાસિત રાજ્યોમાં ગવર્નર ઓફિસોનો દુરુપયોગ કરાય છે. દિલ્હીમાં પણ કેન્દ્રએ ઉપરાજ્યપાલને અઘોષિત વાઈસરૉય જાહેર કરી દીધા છે, જે મોદી-શાહ માટે પ્રોક્સી તરીકે કામ કરે છે.’

મમતા બેનર્જીએ જે નેતાઓને પત્ર લખ્યો છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત પાંચ રાજ્યના મુખ્યમંત્રી, શરદ પવાર, એમકે સ્ટાલિન, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ઉદ્ધવ ઠાકરે, હેમંત સોરેન, જગન મોહન રેડ્ડી, નવીન પટ્ટનાયક, કેએસ રેડ્ડી, ફારુક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને દિપાંકર ભટ્ટાચાર્યનો સમાવેશ થાય છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33