GSTV
Gujarat Government Advertisement

મમતાનો હુંકાર/અમે નિર્ભય રહીને લડીશું ચૂંટણી, ‘દીદી’ નિકળ્યા નગરયાત્રા પર : વ્હીલચેર પર રોડ શો

વ્હીલચેર

Last Updated on March 14, 2021 by

પશ્ચિમ બંગાળના સિયાસી જંગ ચાલુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે બંગાળના પ્રવાસે જઈ રહ્યા છે. ત્યાં જ ખડકપુરમાં રોડ શો કરશે તો મમતા બેનર્જી પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ઇજા થયા પછી પહેલી વખત તેઓ વ્હીલચેર પર રોડ શો કરી રહી છે. ત્યાં જ બીજેપી વિરુદ્ધ મેદાનમાં ખેડૂતોનું આજે બંગાળમાં બીજો દિવસ છે. ખેડૂત નેતા રાકેશ ટિકેટ આજે સિંગુરમાં જનસભા કરશે.

વ્હીલચેર પર નીકળી મમતા

ઇજા પછી મમતા બેનર્જી ચૂંટણી યુદ્ધ માં ફરી આવી ગઈ છે. મમતા બેનર્જી આજે દક્ષિણી કોલકાતામાં વ્હીલચેરથી હુંકાર ભરી રહી છે. ત્યાં વહીલચેરથી રોડ શો કરી રહી છે. મમતા બેનર્જી આ રોડ શો 5 કિલોમીટર લમ્બો હશે. જે એમના જ ગઢ પાર્ક સ્ટ્રીટથી શરૂ થયો છે. એક રેલી પુરુલિયામાં ૧૫મી માર્ચે થશે. બીજી રેલી ઝારગ્રામમાં ૧૬મી માર્ચે થશે. ઘાયલ હોવા છતાં મમતા દીદી ફરીથી ચૂંટણીના મેદાન-એ-જંગમાં ઉતરવા સજ્જ થયા હોવાનું તેમની નજીકના વર્તુળોએ કહ્યું હતું.

TMC મેનીફેસ્ટો જાહેર નહિ કરે

આ પહેલા આજે પશ્ચિમ બંગાળમાં TMC પોતાનું ઘોષણાપત્ર જારી કરવાની હતી. પરંતુ હાલતેને સ્થગિત કરવામાં આવ્યુ છે. મમતા બેનર્જીની ઈજા બાદ પહેલીવાર મંચ પર વ્હીલ ચેર પર નજર આવશે. તે રવિવારે ચૂંટણી મેદાનમાં એકવાર ફરીથી ઉતરશે. જે બાદ તે 15 માર્ચથી જનસભાની શરૂઆત કરશે. મમતા 15 માર્ચે પુરુલિયા, 16 માર્ચે બાંકુરા અને 17 માર્ચે ઝારગ્રામમાં રેલી કરશે.

જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઇજા થયાને લઇ વિશેષ સુપરવાઈઝરોની ટીમે ચૂંટણી આયોગને રિપોર્ટ સોંપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સીએમ મમતા બેનર્જી દુર્ઘટના કારણે ઘાયલ થઇ છે. મુખ્યમંત્રીની ભારે સુરક્ષા વચ્ચે હતી. સુપરવાઈઝરે કોઈ પણ પ્રકારના હુમલાની આશંકાને નકારી છે. ત્યાં જ મુખ્ય સચિવ આલાપન બંદોપાધ્યાયએ ચૂંટણી આયોગની પોતાની નવી તપાસ રિપોર્ટ સોંપી છે.

ખેડૂત નેતાઓનું કેમ્પેઇન ચાલુ

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ખેડૂત આંદોલનની એન્ટ્રી થઇ ગઈ છે. આજે ખેડૂત નેતા રાકેશ ટિકેટનો બંગાળ પ્રવાસનો બીજો દિવસ છે. જ્યાં સિંગુરમાં જનસભા કરશે. આ પહેલા નંદીગ્રામમાં રાકેશ ટિકૈતે જનસભામાં બીજેપી વિરુદ્ધ વોટ કરવાની અપીલ કરી છે.

બંગાળ પ્રવાસ પર શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પાશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસ પર જઈ રહ્યા છે. તે ખડગપુરમાં રોડ શો કરશે. આ પહેલા કાલે મોદી રાત સુધી બીજેપીની CEC બેઠક થઇ જેમાં બંગાળમાં બીજા ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ. બેઠકમાં પીએમ મોદી સહીત બીજેપીમાં આઠ નેતા સામેલ થયા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33