Last Updated on March 7, 2021 by
પશ્ચિમ બંગાળમાં ચુંટણી જંગ તેની ચરમસીમા પર છે, બિજેપી અને ટીએમસીનાં નેતાઓ એકબીજા પર જોરદાર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે, મોદીએ કોલકાત્તાનાં પ્રખ્યાત બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં રેલી યોજી તો મમતા બેનર્જીએ પણ સિલિગુડીમાં વિશાળ યાત્રા યોજી, જેમાં હજારો લોકો જોડાયા, આ રેલીમાં મમતાએ ફિલ્મી અંદાજમાં મોદીને પડકારતા કહ્યું કે, હમશે જો ટકરાતા હૈ, વો ચૂર-ચૂર હો જાતા હૈ.
'Khela hobe'! We are ready to play. I am ready to play one-on-one… If they (BJP) want to buy votes, take the money and cast your vote for TMC: West Bengal Chief Minister Mamata Banerjee in Siliguri pic.twitter.com/fJ9yssMaIh
— ANI (@ANI) March 7, 2021
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પર પ્રહારો
મમતાએ પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાનો પહોંચી છે, બેંકોને વેચવામાં આવી રહી છે, અને હવે તે બંગાળમાં સપના વેચવા માટે આવ્યા છે, તે એક પ્રતિષ્ઠિત પદ પર બિરાજમાન છે, પરંતું તે હંમેશા લખેલી સ્કિપ્ટ જ બોલે છે. પીએમ જુઠ્ઠા છે, મેં આટલું બધું જુઠ્ઠું બોલતા વડાપ્રધાન ક્યારેય નથી જોયા, જુઠ બોલે કૌઆ કાટે.
India knows about a syndicate that is Modi and Amit Shah's syndicate: West Bengal CM and TMC chief Mamata Banerjee in Siliguri https://t.co/OY3foZXeRV pic.twitter.com/uTyZl3nnzE
— ANI (@ANI) March 7, 2021
પીએમ મોદીને આપી ચેલેન્જ
મમતા બેનર્જીએ PM મોદીને ચેલેન્જ આપતા કહ્યું ખેલા હોબે, તમે દિવસ અને સમય નક્કી કરો, સીએમ મમતાએ કહ્યું કે હું વન ટુ વન ખેલામાં ચેલેન્જ આપું છું, જોઇએ છીએ કે તમે શું ખેલ કરી શકો છો.
દરેક દિવસે પીએમ ટેલીપ્રોમ્પ્ટર દ્વારા ભાષણ આપે છે. મમતાએ પેટ્રોલ-ડીઝલ તથા એલપીજીનાં ભાવ વધારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે પીએમએ જણાવવું જોઇએ કે શા માટે આટલો અસહ્ય ભાવ વધારો થઇ રહ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31