Last Updated on March 11, 2021 by
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટીએમસી કાર્યકરોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ટીએમસીએ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી મમતાનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. મમતા બેનર્જીએ વીડિયોમાં કહ્યું છે કે હું મારી કારના બોનેટ પર ઉભી હતી અને લોકોનું અભિવાદન કરી રહી હતી. ત્યારે 4-5 લોકો આવ્યા અને કારના દરવાજાથી મારો પગ દબાવ્યો. હું લોકોને શાંતિ જાળવવા અપીલ કરું છું. હું થોડા દિવસોમાં ઠીક થઈશ અને જો જરૂર પડે તો હું વ્હીલચેર પર બેસીને ચૂંટણીનું અભિયાન ચલાવીશ. કોઈ બેઠક રદ કરવામાં આવશે નહીં.
હું વ્હીલચેર પર બેસીને ચૂંટણીનું અભિયાન ચલાવીશ. કોઈ બેઠક રદ કરવામાં આવશે નહીં
મેડિકલ બોર્ડમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના 6 સભ્યો છે. મેડકિલ બુલેટિનના જણાવ્યા અનુસાર, હમણાં તેમને માથાનો દુખાવો, ડાબા પગમાં પ્લાસ્ટરને કારણે પગમાં દુખાવો થાય છે. મુખ્યમંત્રીના લોહીમાં સોડિયમની ઉણપ પણ મળી છે. મમતા બેનર્જીએ સમર્થકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ બનાવી રાખે તેઓ હોસ્પિટલમાંથી જલદી બહાર આવી જશે. મમતાની હાલત સ્થિર છે પણ તેમને આરામ કરવાની જરૂર છે. હોસ્પિટલમાં 6 ડોક્ટરોની ટીમ તેમની પર નજર રાખી રહી છે.
দলনেত্রীর @MamataOfficial আবেদন pic.twitter.com/SPoD3m7Iu3
— All India Trinamool Congress (@AITCofficial) March 11, 2021
મમતા બંગાળમાં નંદીગ્રામમાંથી ફોર્મ ભર્યા બાદ પોતાનું નામાંકનપત્ર દાખલ કર્યા બાદ સાંજે ચૂંટણી પ્રચાર કરી રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. ભાજપના નેતાઓએ આ ઘટનાને એક નાટક ગણાવી હતી. જોકે, મમતા વ્હીલચેરમાં બેસીને પ્રચાર કરવા નીકળી તો સહાનુભૂતિનું મોજુ ટીએમસી તરફ ફળી વળે તેવી પૂરી સંભાવના હોવાનો ભાજપને ડર છે.
લોહીથી રંગાયેલું બંગાળનું રાજકારણ
મમતા અને તેમની પાર્ટી પર થતા હુમલા કોઈ નવી વાત નથી. ઉપરાંત મમતાની પાર્ટી દ્વારા કરવામાં આવતા હુમલા પણ કોઈ નવી વાત નથી. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ છેલ્લા બે વર્ષથી એકબીજા પર પોતાના કાર્યકરોની હત્યાનો આરોપ લગાવતા આવ્યા છે. જો કે, આ લોહીયાળ સંઘર્ષ બંગાળના રાજકારણના સંસ્કાર સમાન છે.
1970નો દશકો બંગાળમાં ભયંકર ખૂનખરાબાની દુખઃદ યાદોથી ભરેલો રહ્યો હતો. 1964 સુધી તો કોંગ્રેસે બંગાળ પર કબજો જમાવી રાખ્યો હતો પરંતુ ત્યાર બાદ નક્સલવાદી આંદોલન અને કોમ્યુનિસ્ટો ઉભરવાનો તબક્કો એક સાથે ચાલતો રહ્યો. ખૂબ જ ઝડપથી બંગાળ આ આંતરિક રાજકીય હિંસાની લપેટમાં આવી ગયું અને 1971માં ફોરવર્ડ બ્લોક નેતા હેમંત બસુની હત્યા થઈ તે એક મહત્વના ઈતિહાસ સમાન ઘટના બની ગઈ.
CPI (M) વિરૂદ્ધ ચૂંટણી લડી રહેલા બસુની હત્યા કોણે કરાવી તે ક્યારેય નક્કી ન થઈ શક્યું. 1970ના દશકાની વધુ એક સનસનાટીભરી હત્યા બસુની જગ્યાએ આવનારા અજીત કુમાર બિસ્વાસની હતી. લેફ્ટે હિંસાના બળે સત્તામાં આવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને ભારે આંચકો લાગવાનો હતો.
રાજકીય હિંસાના ઈતિહાસમાં બિસ્વાસની હત્યા સહિત 70નો આખો દશકો ખૂબ ભયંકર રીતે આલેખાયેલો છે. ત્યાર બાદ 80ના દાયકામાં મમતા બેનર્જીની રાજકીય યાત્રા શરૂ થઈ હતી જે 1990ના હુમલા બાદ ખૂબ ઝડપથી આગળ વધી. તે સમયે CPI (M) માટે હુમલાનો બચાવ કરવો પણ મુશ્કેલ થઈ ગયો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31